Dakshin Gujarat

નારગોલ પોલીસના આબરૂના લીરેલીરા : એક આરોપીનો આપઘાત, બીજાએ કર્યું આ કામ

ઉમરગામ: ઉમરગામના નારગોલમાં (Umargaam Nargol) ધાડની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઘાડ પાડવાના ઈરાદે આવેલી ટોળકીના બે ઇસમોને ઘાતક હથિયારો સાથે પોલીસે પકડી પાડ્યા હતા. જેમાંથી એક ઈસમે નારગોલ મરીન પોલીસ મથકમાં (Police Station) જ ગળે ફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લીધો હતો. જ્યારે બીજા ઈસમને લઈને પોલીસ તપાસમાં નીકળી હતી, ત્યારે પકડાયેલો બીજો ઈસમ પણ પોલીસને ચકમો આપી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસે નાસી છૂટેલા ટોળકીના શંકમદ ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે રાત્રિના સુમારે નારગોલ સરોંડા વિસ્તારમાંથી એક ઈકો કાર ઉભેલી જોઇ હતી. જેની નંબર પ્લેટ ઉપર કાદવ કીચડ લાગેલો હોવાથી પોલીસને શંકા જતાં ત્યાં જઈને તપાસ કરતાં કારમાં બેઠેલા ઈસમો પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા. તે પૈકી બેને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસને ઈકો કારમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા બે ઈસમોને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પકડાયેલા નિતીન ઉરાડે (ઉ.૨૯, રહે, અંબોલી તલાસરી)ને નારગોલ મરીન પોલીસના લોકઅપમાં મૂકી બીજા આરોપી વિજય ચીમરાને લઇ વલસાડ એલસીબી અને નારગોલ મરીન પોલીસ નારગોલ ભંડારવાડ વિસ્તારમાં જે બંગલામાં ધાડ પાડવાના હતા, ત્યાં તપાસ અર્થ લઈ ગઈ હતી. ત

ે દરમિયાન શકમંદ આરોપી નિતીન ઉરાડેએ પોલીસ લોકઅપમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતા પોલીસ આ વાત સાંભળીને બેધ્યાન થતાં જ વિજય ચીમરા પોલીસને ચકમો આપી કારથી ઉતરી અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. પોલીસે ઘાડ પાડવાના ઈરાદે આવેલા શંકમદ ઈસમો નિતીન ઉરાડે, વિજય વંસા ચીમરા, સંજય, શૈલેષ પટેલ, કે.પી તલાસરી, દિપક, અશ્વિન તથા બીજા ચારેક ઈસમો વિરુદ્ધ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને નાસી છુટેલા શંકમદ આરોપીને પકડી પાડવા ચક્ર ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top