મલેકપુર : મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચતા મહિલાઓ દ્વારા મહાદેવને રિજવામાં આવ્યા મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મહીલાઓ દ્વારા આજરોજ મહાદેવને રીઝવવા માટે મહિલાઓએ મંદિરમાં પાણી ભરીને શિવલિંગને જળમાં ડુબાડવામાં આવ્યા હતા. વેલણવાડા ગામની 50 જેટલી મહિલાઓએ વાસીયા તળાવે આવેલા નંદકેશ્વર મહાદેવને પાણીમાં ડૂબાડવામાં આવ્યાં હતાં. મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ પણ વરસાદ નથી માટે વરસાદ સારો થાય તે માટે પરંપરાગત ધાર્મિક માન્યતા મુજબ મેઘ મહેર માટે જળભિષેક કરી શિવલીંગને પાણીમાં ડુબાડવાની એક પ્રાચીન પ્રથા છે. આમ જિલ્લાના મથક લુણાવાડાના વાસિયા તળાવ પાસે આવેલા પૌરાણિક નંદકેશ્વર શિવ મંદિરના શિવલીંગ અને ગર્ભગૃહને પાણીમાં ડુબાડીને વરુણદેવને રીજવવા માટે મોટી સંખ્યામાં મહીલાઓ શ્રદ્ધા પુર્વક ભજનગાન કરીને શિવને વિનવણી કરી હતી.
આમ મંદિરના આસપાસના રહેણાંક વિસ્તારોમાંથી મહીલાઓ દ્વારા ઘડાઓમાં પાણી ભરી લાવીને મંદિરમાં સ્થિત શિવલિંગ પર પાણીનો જળભિષેક કરી શિવ આરધાના કરીને મેઘ મહેર થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં મેઘરાજાના રિસામણાથી જગતનો તાત અનેક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આમ મોંઘા બીયારણોની વાવણી કરી દીધી છે. હજુ સુધી પ્રમાણસર વરસાદ નહીં પડતાં ખેડૂતોના બીયારણો નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે.