નડિયાદ, તા.27
નડિયાદના ફતેપુરા રોડ પર આંબાવાડીયા કાફેની પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ધડબડાટી બોલાવી છે. જ્યાં અમદાવાદ મોકલવા માટે મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન લાઈવ ઝડપાઈ ગયુ છે. સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગર પ્રકાશ તળપદાને ઝડપી પાડ્યો છે.
નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આંબાવાડીયા કાફે પાસેથી ઘણા સમયથી ધમધમી રહેલી દેશી દારૂની ફેક્ટરી (ભઠ્ઠી) પર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે પહોંચી દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 2,435 લીટર દેશીદારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. સાથે સાથે સ્થળ પરથી હજારો લીટર દારૂ અને લાઇવ ભઠ્ઠીઓ મળી આવી હતી. મોટી માત્રામાં અહીયા દેશી દારૂ બનાવવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી 8 વાહનો કબ્જે કર્યા છે. આ ઉપરાંત પ્રકાશ રાયસિંહ તળપદાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 10 વોન્ટેડ જાહેર કરાયા છે. આ દેશી દારૂ અમદાવાદ પહોંચતો હતો.
નડિયાદ દેશી દારૂનું એપી સેન્ટર બન્યું, અઢી હજાર લીટર પકડાયો
By
Posted on