ભારતીય કોર્ટોમાં પ્રેકિટસ કરી રહેલા લગભગ 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ છે. જગતની 1300 ટોચની યુનિવર્સિટીઓમાં ભારતની 35 યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. ભારતમાં સરેરાશ ત્રણમાંથી એક કમ્પ્યુટર પર હેકિંગનો ખતરો છે. ભારતમાં લવ જેહાદના દર સાલ લગભગ વીસ હજાર મામલામાં ખુવાર થયેલી છોકરીઓ દ્વારા એક ટકાથી પણ ઓછા કેસો પોલીસના ચોપડે નોંધાય છે. ભારતમાં કોરોનાને કારણે પ્રવાસન ક્ષેત્રમાં 2.15 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. છેલ્લાં દસ વર્ષમાં દેશમાં પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ અપરાધીઓના થયેલા મોતની સંખ્યા એક હજારથી વધુ છે. દેશમાં માથાદીઠ 2.5 થી 3 કિલો ઇ-વેસ્ટ ઉત્પાદિત થાય છે.
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.