મુંબઈ: બોલિવૂડ એક્ટર(Bollywood actor) રણવીર સિંહે(Ranveer Singh) થોડા દિવસો પહેલા એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે આ ફોટોશૂટ ન્યુડ(nude Photoshoot) હતું. જેના કારણે તે વિવાદનો ભાગ બની ગયો હતો. રણવીરનું આ ફોટોશૂટ લોકોને બિલકુલ પસંદ ન આવ્યું, જેના કારણે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. મુંબઈ(Mumbai) પોલીસે(Police) 30 ઓગસ્ટે રણવીર સિંહને તેનું નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા પરંતુ રણવીર સિંહ આજે સવારે 7.30 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમનું નિવેદન નોંધ્યું હતું. લગભગ 2 કલાક સુધી રણવીર સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
રણવીર સિંહએ પોતાને નિર્દોષ ગણાવ્યો
NGOના એક અધિકારીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, “અભિનેતાએ પોતાની તસવીરોથી મહિલાઓની ભાવનાઓ અને તેમની ગરિમાને ઠેસ પહોંચાડી છે. “પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર સિંહ પોતાને નિર્દોષ ગણાવતો હતો. રણવીરે કહ્યું કે તેને ખ્યાલ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે મુશ્કેલી ઊભી કરશે. તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.
પોલીસે બે વખત સમન્સ મોકલ્યા હતા
ફોટોશૂટ કેસમાં પોલીસ દ્વારા રણવીરને બે વખત બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે પહોંચી શક્યો ન હતો, પરંતુ આજે સવારે રણવીર તેની લીગલ ટીમ સાથે ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને બે કલાક સુધી પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન પોલીસે રણવીરને ઘણા પ્રશ્નો પૂછ્યા, ઉદાહરણ તરીકે, ન્યૂડ ફોટોશૂટ માટે કઇ કંપની સાથે કોન્ટ્રાક્ટ હતો, ફોટોશૂટ ક્યારે અને ક્યાં થયું, શું તમે જાણો છો કે આવા શૂટથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. આગળની તપાસમાં સહકાર આપશે, એમ રણવીર સિંહ અને તેની ટીમે પોલીસને જણાવ્યું હતું.
લોકોએ જોરદાર ટ્રોલ કર્યો હતો
રણવીરનાં ન્યૂડ ફોટોશૂટને લઇ કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. રણવીરના આ ન્યૂડ ફોટોઝને લઈને મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. રણવીરના ફોટો પર એક યુઝરે લખ્યું કે, બસ આ જ જોવાનું બાકી હતું. તો કોઈ તેને મોગલી કહી રહ્યું છે. કોઈએ તો એવું પણ લખ્યું કે દીપિકાએ કપડાં નથી આપ્યા. બાય ધ વે, રણવીરના આ ફોટા જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે તેની ડિક્શનરીમાં અશક્ય નામનો કોઈ શબ્દ નથી. એક યુઝરે રણવીર સિંહનો એક ખૂબ જ ફની ફોટો શેર કર્યો હતો. જેમાં એક્ટર કરોળિયાના જાળા પર નગ્ન લટકતો જોવા મળે છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું, “માફ કરશો, હું અહીં ટ્રોલ કરવા નથી આવી, મને આ ફોટો ખૂબ જ ફની લાગ્યો.”