ઇસ્લામાબાદ (Islamabad): થોડા દિવસો પહેલા પાકિસાતાનમાં ભારતમાં થયેલા 26/11ના હુમલાઓના (26/11 Mumbai Attack) માસ્ટર માઇન્ડ લશ્કરે-તોઇબાના (Lashkar-e-Taiba terrorist) ઝાકી-ઉર-રહેમાન-લખવીની (Zakiur Rehman Lakhvi) શનિવારે ધરપકડ કરાઇ હતી. લખવી કે જે વર્ષ 2015થી જામીન પર હતો તેની 2 જાન્યુઆરીએ પાકિસ્તાન પંજાબના લાહોરમાં કાઉન્ટર ટેરિરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લશ્કરે-તોઇબાના ઝાકી-ઉર-રહેમાન-લખવીએ ભારતમાં થયેલા 26/11ના હુમલાઓમાં પૈસા પૂરા પાડ્યા હતા.
લશ્કર-એ-તોયબાના ઓપરેશન કમાન્ડર આતંકી ઝકી ઉર રહમાન લખનવીને શુક્રવારે એટલે કે આજે પાકિસ્તાનમાં 15 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. ટેરર ફંડિંગ સાથે જોડાયેલ મામલામાં થોડા સમય પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના પંજાબના આતંકવાદ વિરોધી વિભાગના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે લખવીની લાહોરથી ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2006ના મુંબઈ હુમલા પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લખવીને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી જાહેર કર્યો હતો.
26 નવેમ્બર, 2008 ના રોજ, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ પાકિસ્તાની સૈન્ય અને ગુપ્તચર એજન્સીના ઉશ્કેરણી પર મુંબઈમાં ઘણા સ્થળોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા વિદેશી લોકો સહિત 155 લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઝાકીઉર રહેમાન લખવી છે, જેની ધરપકડ બાદ તેને પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી.
24 ડિસેમ્બરે પાકિસ્તાની કોર્ટે ગુરુવારે ઓમર સઈદ શેખને (Omar Saeed Sheikh) તાત્કાલિક મુકત કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાના સંબંધમાં, 1999 માં ભારતીય પ્લેન હાઇજેક કરવા જેવા આરોપોસર કેદ આ ખતરનાક આતંકવાદીને મુક્ત કરવાના આદેશ પાકિસ્તાની કોર્ટે બહાર પાડ્યા છે. પાકિસ્તાનની સિંધ હાઇ કોર્ટે કહ્યું હતુ કે શેખ અને આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓની અટકાયતનો હુકમ રદબાતલ હતો. તેમની મુક્તિનો આદેશ આપતાં કોર્ટે કહ્યું કે તેમના નામોને ફ્લાય લિસ્ટમાં મૂકવા જોઈએ જેથી તેઓ પાકિસ્તાન છોડી ન શકે.
બીજી બાજુ બાલાકોટમાં પણ આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ શરૂ થઇ ગયા છે. અહીં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું (Jaish-e-Mohammad) પ્રશિક્ષણ કેન્દ્ર (training camp) ફરીથી શરૂ થયું છે. એટલું જ નહીં, બાલાકોટમાં હિન્દુ વિરોધી અને પીએમ મોદી (Narendra Modi) વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે.