Entertainment

ભાવુક થયેલા આર્યન ખાને NCBને આપ્યું વચન, કહ્યું કે, બહાર નિકળીને…

મુંબઈ: (Mumbai) આર્યન ખાનને (Aryan Khan) જામીન મળશે કે નહીં તે અંગેનો નિર્ણય હવે 20 ઓક્ટોબરે થશે. દરમ્યાન જેલમાં આર્યન ખાનનું કાઉન્સિલિંગ થઈ રહ્યું છે. કાઉન્સિલિંગ દરમ્યાન આર્યન ખાને વચન આપ્યું હતું કે જેલમાંથી બહાર આવ્યા બાદ તે એક સારો વ્યક્તિ બનશે. તે આર્થિક રીતે નબળાં લોકોને મદદ કરશે. એનસીબીના (NCB) ના ઝોનલ હેડ સમીર વાનખેડેએ આર્યન ખાનનું કાઉન્સિલિંગ કર્યું હતું. આર્યન ખાને સમીર વાનખેડેને કહ્યું હતું કે તે જેલમાંથી બહાર નિકળ્યા બાદ સારું કામ કરશે અને એક દિવસ તેમને તેની પર ગર્વ થશે.

જણાવી દઈએ કે શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. NCBએ મુંબઈમાં ક્રૂઝ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટના જૂતામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. NCBની પૂછપરછમાં આર્યન ખાને સ્વીકાર્યું હતું કે તે ચરસ લે છે. 7 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. 8 ઓક્ટોબરથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્યન ખાને વીડિયો કોલ પર શાહરુખ તથા ગૌરી સાથે વાત કરી હતી. 10 મિનિટની વાતચીતમાં આર્યન ખાન એકદમ ભાંગી પડ્યો હતો અને રડવા લાગ્યો હતો. ફોન પર શાહરુખ-ગૌરી પણ એકદમ ભાવુક થઈ ગયા હતા અને તેમણે દીકરાને શાંત પાડ્યો હતો. કોવિડ 19ને કારણે જેલના નવા નિયમો પ્રમાણે, જેલના કેદીઓ પરિવારને મળી શકતા નથી, પરંતુ વીડિયો કોલ પર વાત કરી શકે છે. આર્થર રોડ જેલમાં 11 સ્માર્ટ ફોન લગાવવામાં આવ્યા છે અને કેદીઓને મહિનામાં બેથી ત્રણ વાર પરિવાર સાથે વાતચીત કરાવાય છે.

ડ્રગ્સના કેસમાં ફસાયેલા આર્યન ખાન વિશે ઓવૈસીએ શું કહ્યું?
ઓવૈસી ગાઝિયાબાદમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તે જ સમયે તેમણે કહ્યું કે મને એક ફિલ્મ સ્ટારના પુત્ર માટે બોલવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હું તે લોકો વિશે વાત કરીશ જેઓ ગરીબ છે. 27 ટકા મુસ્લિમો યુપીની જેલમાં બંધ છે, તેમના વિશે કોણ વાત કરશે? આર્યન ખાન મામલે ઔવેસીએ બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાનને નિશાન બનાવતા કહ્યું કે હું કમજોર લોકોનો અવાજ બનીશ એવા લોકોનો નહીં જેમના પિતા તાકતવર છે.

Most Popular

To Top