ભરૂચ: હવે મુંબઈ-અમદાવાદ (Mumbai- Ahmedabad) હાઈ સ્પીડ (High speed) રેલ પ્રોજેક્ટ (Rail project) બુલેટ ટ્રેન(Bullet Train) માટે ગુજરાતમાં વાયડકટ માટે પિલર્સ ઊભા કરવાની કામગીરી તીવ્ર ગતિએ થઈ રહી છે. ભરૂચ સહિત વડોદરા, વાપી, નવસારી, સુરત, અમદાવાદ, ખેડા સહિતના ગુજરાતના જિલ્લાઓમાં NHSRCL દ્વારા MAHSRP માટે વાયડકટ ઊભો કરવા પિલરોનું માળખું (Structure of Pillars) ઊભું કરી દેવાની કામગીરી હાલ રાત-દિવસ ધપાવી રહી છે.મેઈક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર સ્પાન ગડર લોન્ચિંગ મશીન દ્વારા સળંગ એક કિલોમીટરના વાયડકટ ઉપર સ્પાન ગડર લોન્ચિંગ કરી દેવાયું છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પિલરો ઉપર સ્પાન ગડર બિછાવવાની આ પ્રથમ કામગીરી નવસારી જિલ્લાના નસીલપોર ખાતે એક કિલોમીટરમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ૯૮.૮ ટકા અને દાદર નગર હવેલીમાં ૧૦૦ ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ગઠબંધનવાળી સરકાર આવી જતાં હવે વિરોધ અને અટકેલાં કામો તીવ્ર ઝડપે આગળ વધારવામાં આવી રહી છે. ગુજરાતમાં નર્મદા નદી, તાપી, મહિસાગર સહિતના મેજર તેમજ માઇનોર બ્રિજની કામગીરી પણ એકસાથે હાલ ચાલી રહી છે. નવસારીના નસીલપોર ખાતે બુલેટ ટ્રેનના એક કિલોમીટરના વાયડકટ પિલરો ઉપર સ્પાન ગડર લોન્ચિંગ કરવામાં આવી છે.
સ્પાન ગડર લોન્ચિંગ કરી દેવાયું
મેઈક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર સ્પાન ગડર લોન્ચિંગ મશીન દ્વારા સળંગ એક કિલોમીટરના વાયડકટ ઉપર સ્પાન ગડર લોન્ચિંગ કરી દેવાયું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે પિલરો ઉપર સ્પાન ગડર બિછાવવાની આ પ્રથમ કામગીરી નવસારી જિલ્લાના નસીલપોર ખાતે એક કિલોમીટરમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 98.8 ટકા અને દાદર નગર હવેલીમાં 100 ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
ટ્રેનના 1 કિ.મી.ના વાયડકટ પિલરો ઉપર સ્પાન ગડર
મહારાષ્ટ્રમાં પણ બીજેપી ગઠબંધનની સરકાર આવી જતા હવે વિરોધ અને અટકેલ કામો ઝડપભેર આગળ વધારવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં નર્મદા નદી, તાપી, મહીસાગર સહિતના મેજર તેમજ માઇનોર બ્રિજની કામગીરી પણ એક સાથે હાલ ચાલી રહી છે. નવસારીના નસીલપોર ખાતે બુલેટ ટ્રેનના એક કિલોમીટરના વાયડકટ પિલરો ઉપર સ્પાન ગડર લોન્ચિંગનો વીડિયો સામે આવ્યો છે.