સુરત: (Surat) દેશનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મુંબઈ-અમદાવાદ (Mumbai-Ahmedabad) વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન (Bullet Train) માટે બનતા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરનું કામ પુરજોષમાં ચાલી રહ્યું છે. તેમાં હવે વલસાડ જિલ્લામાં ઉમરગામમાં માઉન્ટેન ટનલનું (Mountain Tunnel) કામ બુલેટ ટ્રેનની ગતિએ ચાલી રહ્યું છે.
- મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે ઉમરગામમાં માઉન્ટેન ટનલનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલુ
- આ ટનલની લંબાઈ 350 મીટર અને ઉંચાઈ 10.25 મીટર છે
વાપી-વડોદરા વચ્ચેના 237 કિલોમીટર લાંબા વાયડક્ટને સી-4 પેકેજ નામ આપવામાં આવ્યું છે. જેમાં વાયડક્ટની ડિઝાઈન,નિર્માણ,ચાર સ્ટેશન( વાપી, બિલિમોરા, સુરત,ભરૂચ, સુરત ડેપો) શામેલ છે. આ એમએએચએસઆર સી-4 પેકેજ અંતર્ગત માઉન્ટેન ટનલનું નિર્માણકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે. એમએએચએસઆર સી-4 પેકેજ અંતર્ગત એટલેકે વાપી-વડોદરા વચ્ચે આ એકમાત્ર ટનલ છે. નિર્માણ પામતી ટનલ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના જારોલી ગામથી આશરે 1 કિલોમીટર દૂર છે. ટનલ સંરચનામાં ટનલ, ટનલ પોર્ટર, અને ટનલ એન્ટ્રેસ હુડ જેવી બાબતો શામેલ છે.
ટનલનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM) દ્વારા કરવામાં આવી રહ્યું છે.તેમાં ટનલના મૂખ પર હોલનું માર્કિંગ, હોલનું ડ્રિલિંગ, વિસ્ફોટકોને ચાર્જ કરવું,કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ,પત્થરોના ટૂકડાઓને દૂર કરવા અને પ્રાથમિક સપોર્ટ માટે સ્ટીલ રીબ્સ, લેટીસ ગર્ડર,શોટક્રેટ વગેરેનું ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે. આ માઉન્ટેન ટનલની વિશેષતામાં આ ટનલનીં લંબાઈ 350 મીટર, ટનલનો વ્યાસ 12.6 મીટર, ટનલની ઉંચાઈ 10.25 મીટર, સુરંગનો આકાર સિંગલ ટ્યૂબ હોર્સ-શું આકાર છે. જેમાંથી બે ટ્રેક પસાર થશે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરમાં સાત માઉન્ટેન ટનલ છે. જેનું નિર્માણ કાર્ય NATM પદ્ધતીથી કરવામાં આવશે.
રીંગરોડ ફ્લાયઓવર બ્રિજના પાઈપ ફાટી જતા બ્રિજ નીચે પાણીનો ધોધ
સુરત: રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ઉપર ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે મુકવામાં આવેલા પાઈપ ફાટી જતા બ્રિજ નીચે રીતસર પાણીનો ધોધ થયો હતો. જેને કારણે લોકોની હાલત ખરાબ થઈ હતી. સુરત ટેક્સટાઈલ માર્કેટ પાસે રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજ પરથી પાણી પડતા લોકો અટવાયા હતા. બ્રિજ નીચે વાહનો અને અન્ય માર્કેટનો સામાન પણ હોય, લોકોને હાલાકી થઈ હતી. બ્રિજના મેઈન્ટેનન્સ યોગ્ય રીતે ન કરાતા લોકોને આવી પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેથી પાઇપનું મેઈન્ટેનન્સ કરવાની માંગ ઉઠી છે.