વડોદરા: પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘ તથા મે.સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા તથા મે, નાયબ પોલીસ કમિશ્નર “ક્રાઇમ” જયદીપસિંહ તેમજ મે.મદદનીશ પોલીસ કમિશ્નર “મહીલા સેલ” એ.કે વાનાણીના માર્ગદર્શન હેઠળ તેમજ મહીલા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર.સોલંકીના વડોદરા શહેરની મહીલા પોલીસ અધિકારી/કર્મચારીઓને પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર, તાલીમ હોલ ખાતે શુક્રવારે કેન્સર અવેરનેશ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ છે
મહીલાઓના જીવનકાળમાં બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થાય છે ત્યારે જરૂર જણાય તો બ્રેસ્ટની તપાસ કરાવી તપાસ કરવાથી કેવા ફાયદા થાય છે તેમજ “નિરામય” (ધ હેલ્થ બાસ્કેટ) સેન્ટરમાં વડોદરા શહેરના મહીલા પોલીસ કર્મચારીઓને વિનામુલ્યે આપવામાં આવનાર છે. તે અંગે માહીતગાર કરવામાં આવે છે. તેમજ બ્રેસ્ટ કેન્સર અંગેના વિવિધ રોગોની સમજ આપવામાં આવેલ તેમજ બ્રેસ્ટ કેન્સરને લગતા રોગોને અટકાવવાના ઉપાયો તેમજ બ્રેસ્ટ કેન્સર વિશેની ખોટી માન્યતાઓ અને તેની સ્પષ્ટીકરણ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરની મહીલા પોલીસ અધિકારી/કર્મચારીઓએ કુલે-૮૨ થી વધારે મહીલાઓએ ભાગ લઇ અવરનેશ કાર્યક્રમમાં હાજરી આપી સફળ બનાવવા આવેલ છે