નવી દિલ્હી: સંસદના (Parliament) ચોમાસુ સત્રનો (Monsoon session) આજે બીજો દિવસ છે. આજે ફરી એકવાર ગૃહમાં જોરદાર હંગામો થયો છે. જેના કારણે સંસદને બપોર સુધી સ્થગતિ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ (Congress) દ્વારા આજે સવાર 10 વાગ્યાથી સંસદની બહાર વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવી રહ્યો છે. સાથે જ વિપક્ષ દ્વારા મોંઘવારી, ફૂડ પેકેટ અને ખાદ્ય ચીજવસ્તુઓ પર GST લાદવા અને અગ્નિપથ યોજના પાછી ખેંચી લેવા માટે હંગામો મચાવ્યો હતો. હવે બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા બાદ શરૂ થશે.
આજે સંસદના મોન્સૂન સત્રનો બીજો દિવસ છે ત્યારે ફરી એકવારે વિપક્ષે સરકારને અલગ અલગ મુદ્દાઓથી ઘેરી હતી. વિપક્ષ દ્વારા બીજા દિવસે પણ મોંઘવારી અને GSTના મુદ્દે સરકારને ઘેરી હતી.વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ જોડાયા હતા. કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કિસાન ફસલ બીમા યોજના પર લોકસભામાં કહ્યું કે આ નવી યોજના તમામ રાજ્યોના અભિપ્રાય લીધા બાદ બનાવવામાં આવી છે. આ અંગે તમામ કૃષિ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, મંત્રીઓને પાક વીમા યોજના લાગુ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ નીતિઓ પર રાજ્યો સાથે સતત ચર્ચા કરવામાં આવે છે.
વિપક્ષે લોકસભામાં હંગામો મચાવ્યો હતો અને સ્પીકરની ખુરશી પર પ્લેકાર્ડ લહેરાવવામાં આવ્યા હતા. સતત સૂત્રોચ્ચારના કારણે કામકાજ ખોરવાઈ જવાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે નિયમો અનુસાર ગૃહની અંદર પ્લેકાર્ડ લગાવવાની મંજૂરી નથી. આ સાથએ જ રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે અમે મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર વિચાર કરીશું. રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. સત્ર દરમિયાન પીએમ મોદી ટોચના મંત્રીઓ સાથે સરકારની રણનીતિ પર ચર્ચા કરી રહ્યા હતા.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, મોંઘવારી અને GST દરમાં વધારાનો વિરોધ કરવા માટે વિરોધ પક્ષો આજે એક સાથે આવ્યા છે. અમે તેની સામે લડીશું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં વિપક્ષ સાથે પ્રદર્શન કર્યું હતું. મોંઘવારી અને GAC જેવા મુદ્દાઓને લઈને સંસદમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આ અંગે રાહુલ ગાંધીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને સરકાર પર નિશાન સાધ્યું અને પૂછ્યું – ‘અબકી બાર, ‘વસૂલી’ સરકાર?