Gujarat

અંબાજી મંદિરમાં મળતો મોહનથાળ પ્રસાદ બંધ કરાતા ભક્તોમાં ભારે નારાજગી, ભૂદેવો પણ રોષે ભરાયા

અંબાજી: ગુજરાતના (Gujarat) પ્રસિદ્ધ આસથાસ્થળ અંબાજી મંદિર (Ambaji Temple) ખાતે મળતો મોહનથાળનો (Mohanthal) પ્રસાદ (Prasad) બંધ કરવાની હિલચાલને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આ પહેલા અંબાજી મંદિરમાં (Temple) અત્યાર સુધી મોહનથાળનો પ્રસાદ મળતો હતો, પરંતુ તેના અચાનક જ તે બંધ કરી દેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓનું કહેવું છે કે વર્ષોથી પરંપરા ચાલી આવે છે, મોહનથાળ પ્રસાદ વર્ષોથી અંબાજી ખાતે આવનાર લાખો લોકોને આપવામાં આવી રહ્યો છે ત્યારે હવે મોહનથાળ પ્રસાદ બંધ કરી અને ચીકીનો પ્રસાદ આપવાની વાત છે તે યોગ્ય નથી.

છેલ્લા બે દિવસથી આ મામલે વિવાદ ચાલી રહ્યો છે. સ્થાનિક તેમજ અંબાજીના ભૂદેવ પણ આ નિર્ણયથી નારાજ જોવા મળી રહ્યા છે. મોહનથાળ પ્રસાદ જ રાખવો જોઈએ તેવી અંબાજીના ભૂદેવ પણ માગ કરી રહ્યા છે. લોકોની માગ છે કે મોહનથાળ પ્રસાદ આપવામાં આવે.

સોમનાથ મંદિરને ચીકીનો પ્રસાદ પહોંચાડતી એન્જસીને જ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો
એક તરફ અંબાજીના સ્થાનિકોઓ આ નિર્ણયથી નારાજ જોવા મળી રહ્યો છે ત્યારે આ મુદ્દે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે હવેથી પ્રસાદમાં મોહનથાળ બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રસાદમાં ચીકી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઉતર ગુજરાતની જ કોઇ કોન્ટ્રાક્ટ એન્જસીને કામ સોંપવામાં આવ્યું છે. જે કોન્ટ્રાકટ એજન્સી સોમનાથ મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડે છે. એ જ એજન્સી હવે અંબાજી મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડશે.

3 મહિના સુધી ચીકીનો પ્રસાદ સાચવી શકાશે
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના બદલે હવે ચીકીનો પ્રસાદ મળશે. આ નિર્ણય અંગે કલેક્ટરે જણાવ્યું કે પ્રસાદ બદલવાને લઈને મંદિર સંચાલકને અનેક રજૂઆત અને મંતવ્યો હતા. અનેક રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 મહિના સુધી રાખી શકે છે.

ભક્તોમાં નારાજગી જોવા મળી
મા અંબાના દર્શન માટે આવતા લાખોમાં પ્રસાદના નિર્ણયના કારણે નારાજગી જોવા મળી રહી છે. દર્શન માટે આવતા ભક્તો મોહનથાળ પ્રસાદ બંધ ન થાય તેની અપીલ કરી રહ્યા છે. દૂર દૂરથી આવતા ભક્તો પોતાના સાથે પ્રસાદ લઈ જતા હતા હવે જ્યારે આ પ્રસાદ બંધ કરવાની ચર્ચા બાદ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ છે. જો 48 કલાક બાદ ફરી મોહનથાળ પ્રસાદ ચાલુ ન થતા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગાદી પર આજે ચાલે એટલો જ પ્રસાદનો સ્ટોક
નિર્ણય બાદ સામે આવ્યું છે કે અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની ગાદી પર પણ મોહન થાળનો પ્રસાદ આજે જ ચાલે એટલો સ્ટોક વધ્યો છે. તમને જણાવી દઈએ કે મંદિરની જેમ મોહનથાળનો પ્રસાદ પણ એટલો જ પ્રખ્યાત છે. આજે પણ લોકો મોહનથાળ પ્રસાદને સાથે લઈ જતા હોય છે. કહેવાય છે કે રજવાડા વખતથી મોહનથાળનો પ્રસાદ મા અંબાને ધરાવાય છે. જોકે પહેલા અંબાજી મંદિરનો સ્ટાફ મોહનથાળનો પ્રસાદ બનાવાતો હતો અને માત્ર પેકેટ અને પેકિંગ કોન્ટ્રાક્ટથી અપાતું હતું.

Most Popular

To Top