નવી દિલ્હી: એક વર્ષ બાદ મેદાનમાં પરત ફરેલા મોહમ્મદ શમીએ (Mohammed Shami) તેના ચાહકોને ખુશ કરી દીધા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં (Domestic Cricket) બંગાળ (Bengal) તરફથી રમતા મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં (Ranji Trophy) મધ્યપ્રદેશની (Madhya Pradesh) હાલત ખરાબ કરી દીધી છે. તેણે મધ્યપ્રદેશના 4 બેટ્સમેનોને આઉટ કર્યા અને એક વિકેટે 106 રન બનાવી મજબૂત રીતે આગળ વધી રહેલી ટીમને 167 રનમાં સમેટી લીધી હતી.
ઈન્દોરમાં મધ્યપ્રદેશ અને બંગાળ વચ્ચે રણજી મેચ રમાઈ રહી છે. મોહમ્મદ શમી આ મેચમાંથી મેદાનમાં પરત ફરી રહ્યો છે. ગયા વર્ષે રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલ બાદ શમી ઈજાગ્રસ્ત થયો હતો. લગભગ એક વર્ષ બહાર રહ્યા બાદ શમી હવે ફિટ છે અને તેણે તેની સાબિતી પણ આપી છે.
મધ્યપ્રદેશે મેચના પ્રથમ દિવસે પશ્ચિમ બંગાળને 228 રનમાં આઉટ કર્યા બાદ એક વિકેટે 101 રન બનાવ્યા હતા. બધાને આશા હતી કે મધ્યપ્રદેશની ટીમ મેચના બીજા દિવસે બંગાળ પર સરસાઈ મેળવશે પરંતુ જ્યારે મોહમ્મદ શમી મેદાન પર હોય છે ત્યારે રન બનાવવા આસાન નથી હોતા. મધ્યપ્રદેશના બેટ્સમેનોને પણ આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ શમીનો સામનો કરતા હતા.
શમીએ મેચના પહેલા દિવસે 10 ઓવર ફેંકી હતી પરંતુ વિકેટ તેનાથી દૂર રહી હતી. સુપરસ્ટાર પેસરે ગુરુવારે તેની ભરપાઈ કરી અને એક પછી એક 4 વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ છે કે તેણે ત્રણ બેટ્સમેનને બોલ્ડ કર્યા અને એક બેટ્સમેનને વિકેટકીપર સાહાના હાથે કેચ કરાવ્યો. શમીના નેતૃત્વમાં મોહમ્મદ કૈફ અને સૂરજ જયસ્વાલે પણ બે-બે વિકેટ ઝડપી હતી. રોહિત કુમારને એક વિકેટ મળી હતી. જે પ્રથમ દાવમાં પાછળ પડી જવાના ભયમાં હતું. તેણે મધ્યપ્રદેશ પર 61 રનની લીડ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાથી કોલ આવી શકે છે
મોહમ્મદ શમીના આ પ્રદર્શન બાદ તેની ટીમ ઈન્ડિયામાં વાપસીનો માર્ગ ખુલી ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેને આમંત્રણ મળે તો નવાઈ નહી. ભારતીય ટીમ લગભગ બે મહિનાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. આ સમયગાળા દરમિયાન બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરિઝ રમવાની છે.