કોરોનાની રસી આપવાની શરૂ થઇ છે અને કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો છે તે જોતા દેશમાં આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળેલ છે. મોટા મોટા પ્રોજેકટ પણ જાહેર થઇ રહયા છે. છતાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ જાહેર નથી કરતા. તા. 1.7.20થી મોંઘવારી ભથ્થુ આપેલ નથી. આમ જોવા જાય તો લોકડાઉન દરમ્યાન ફકત સરકારી કર્મચારી જ જેમ કે સફાઇ કામદારો, કારકુન વર્ગ, સરકારી ઓફિસરો એક પણ રજા ભોગવ્યા વગર કોરોના કાળ દરમ્યાન પોતાની ફરજ નિભાવી છે.
જયારે બધા જ વર્ગ ઘરે હતા ત્યારે સરકારી કર્મચારી ઓફિસોમાં આવીને કોરોનાને લગતી કામગીરી કરતા હતા. એમાં ઘણાં કર્મચારીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને હવે તો પેટ્રોલનો ભાવ તો આસમાને ચઢયો છે તો તેને લીધે રોજબરોજની ચીજવસ્તુઓ પણ મોંઘી થવા માંડી છે તો આ ધ્યાનમાં લેવું જોઇએ કે સરકારી કર્મચારીને આપવા માટે મોંઘવારી ભથ્થુ ત્વરિત જાહેર કરીએ.
સુરત – કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.