વલસાડ: વલસાડમાં (Valsad) ગતરાત્રે પોલીસ (Police) અને પબ્લિક (public) વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગણેશ પ્રતિમાને લાવતી વખતે ડીજે (DJ) વગાડવાના કારણે પોલીસ અને ગણેશ ભક્તો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ભાજપના (BJP) ધારાસભ્ય (MLA) વચ્ચે પડતા મામલો વધુ ગરમાયો હતો. ભાજપના ધારાસભ્ય ભરત પટેલે જાહેરમાં PIને ધમકાવી નાખ્યા હતા. ધારાસભ્ય જાહેરમાં PIને ધમકાવતા કહે છે કે ‘હું ધારું તો અત્યારે હુલ્લેડ થાય એમ છે.’ સાશિયલ મીડિયો ધારાસભ્યનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હું ધારું તો અત્યારે હુલ્લડ થાય..
મળતી માહિતી અનુસાર વલસાડના તિથલ રોડ પાસે આવેલા લોહાણા સમાજના હોલ ખાતે આહીર ગ્રુપના ગણેશ મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાને લાવવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન ગણેશ મંડળના કાર્યકરો ડીજે પર ડાન્સ કરી રહ્યાં હતા. જ્યાં PI દીપક ઢોલ અને અન્ય પોલીસકર્મીઓ ડીજે બંધ કરાવવા માટે ગયા હતા. જ્યાં એક પોલીસ જવાનને ધક્કો લાગી જતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે આ ઘર્ષણ વચ્ચે પોલીસે લેપટોપ લઈ લીધું હતું. કાર્યકરો દ્વારા આ અંગે રજૂઆત કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં ભાજપના ધારાસભ્ય ભરત પટેલે ફરજ પર હાજર PIને જાહેરમાં ખખડાવ્યા હતા. જેમાં તેઓ પોલીસને કહી રહ્યા છે કે ‘તાજીયામાં ડીજે વાગ્યું અમે કઈ કીધું નથી તો તમે ગણપતિમાં વાગતા ડીજેને અટકાવશો તે નહીં ચાલે. હું ધારું તો અત્યારે હુલ્લડ થાય તેમ છે.’
વધુમાં તેમણે કહ્યું હતું કે ફરી દાદાગીરી નહી કરવાની, મને અહિયા 10 વર્ષ પૂર્ણ થયા છે, વિસર્જનમાં હું હાજર રહીશ જો તમારે કઈ કરવું હોય તો મારી ધરપકડ કરજો. ત્યાર બાદ પોલીસે અરજી અંગે કહ્યું હતું કે તમે અરજી આપો પોલીસ ક્યારે પણ રેલી માટે ના નથી પાડતી. પોલીસ હંમેશો કો-ઓપરેટ કરે છે.
વીડિયો વાયરલ થતા ખુલાસો કર્યો
વિવાદીત નિવેદનનો વીડિયો વાયરલ તેમણે ખુલાસો કર્યો હતો. MLAએ કહ્યું કે મારો કોઈ એવા ઈરાદો ન હતો. મારા 10 વર્ષના કાર્યકાળમાં પોલીસ સાથે બબાલ નથી થઈ, હું તો એમ કહેતો હતો કે જો હું ન આવ્યો હોત તો હુલ્લડ થયું હોત. પોલીસના વર્તનથી લોકો ઘણા ઉશ્કેરાયેલા હતા, જેમણે મેં શાંત પાડ્યા હતાં.