વડોદરા : કોરોના કાળમાં પણ પાલિકામાં અધિકારીઓ – નેતાઓ દ્વારા ગેરવહિવટ આચરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. મુખ્યમંત્રી કોવિડ 19 ના રૂપિયા ૧૫ કરોડ પાલિકા એ મનમાની પ્રમાણે વહીવટ કરવામાં આવ્યો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને પોતાની મળેલી સત્તાનો જીપીએમસી એક્ટ 67/3/સી નો દુરુપયોગ કર્યો. એક જાગૃત નાગરિક દ્વારા આર ટી આઈમાં કરવામાં આવતા સ્ફોટક માહિતી બહાર આવી હતી.
વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ પેપર વર્ક કરીને ગેરવહિવટ આચરવામાં આવી રહ્યો છે. જ્યારે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી હતી ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહ્યો ન હતો. ત્યારે મહાનગરપાલિકાની તિજોરી તળિયાઝાટક હોવાથી મુખ્યમંત્રી કોવિડ 19 રાહત ફંડ રૂપિયા ૧૫ કરોડ મહાનગરપાલિકાને આપવામાં આવ્યા હતા. શહેરના એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કોવિડ 19 થી આવેલા ફંડમાંથી વડોદરા મહાનગર પાલિકામાં જે પણ ખર્ચ કરવામાં આવ્યો તેની વિગત માહિતી આપવી, રાહત ફંડમાંથી ખર્ચ પાડ્યો છે અને ચૂકવવાના બાકી છે તેની માહિતી અને રજીસ્ટર ના નકલો અને બીલોનો ખર્ચ પુરાવાની માહિતી માગી હતી તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કોરોના કાળમાં 6 જુલાઈ 2020, 26 મેં 2021 સુધીમાં ચાર ઝોનમાં ખર્ચ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મહાનગરપાલિકાને આપવામાં આવેલા 15 કરોડમાંથી ૧૪ કરોડ 37 લાખ 52 હજાર 5 નો વહીવટ કરી નાખ્યો હતો. જેમાં 62 લાખ 47 હજાર 995 પાલિકામાં બચત કરવામાં આવી છે. તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને પી.સ્વરૂપે પોતાને મળેલી સત્તાનો જીપીએમસી એક્ટ 67/3/સી નો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. કોરોના કાળ દરમ્યાન પૂર્વ મેયર ડો જીગીશાબેન શેઠ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ સહિત ના કાર્ય કાળ દરમિયાન આ ગેરવહિવટ આચરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે જેમાં તેઓની ગંભીર બેદરકારી સામે આવી છે જ્યારે હાલના બોર્ડમાં રૂપિયા ચૂકવ્યા હોવાથી નવી બોર્ડ ના મેયર કેયુર રોકડીયા સ્ટેન્ડીગ કમિટી ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ ની ગંભીર બેદરકારી પણ સામે આવી છે.અધિકારીઓ – નેતાઓ એ મસ્ત મોટો ગેરવહિવટ આચરવામાં આવ્યાની શંકા સેવાઈ રહી છે.
જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં કેટલી રકમ ફાળવવામાં આવી કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને કેટલી રકમ અને કેટલા પેમેન્ટ ચૂકવવામાં આવ્યા તેની માહિતી માગવામાં આવી હતી. સેન્ટ્રલ સ્ટોર, મિકેનિકલ ,વહિકલપુલ, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન ,પશ્ચિમ ઝોન ,હેલ્થ ડિપાર્ટમેન્ટ, પી.આર.ઓ, વિવિધ હેડ ખર્ચ કર્યો છે. કેટલીક એજન્સીઓ બિલ આપ્યા નથી, બિલ અપાયા વગર પેમેન્ટ ચૂકવાય ગયું. કેટલાક બિલો ઓડિટ વિભાગ માં ગયા. કેટલીક એજન્સીઓ રજીસ્ટર પણ નથી. પાલિકાના અધિકારીઓ – નેતાઓએ 4 ઝોન માં પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી ને વહીવટ કરી નાખ્યો હતો. અધિકારીઓ નેતાઓ તથા કોન્ટ્રાક્ટર સાથે માનીતાને કોન્ટ્રાકટ અપાવી મુખ્યમંત્રી કોવિડ 19 ના રાહત ફંડ 14 કરોડ 37 લાખ ના હોઈયા કરી નાખ્યા હતા. જે એજન્સીઓ ના બિલ ચૂકવવામાં આવ્યા છે એમાં જીએસટી ની ચોરી થઇ હોવાની શકયતા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે કોરોના સમય દરમિયાન ટ્રાવેલ્સના લાખો રૂપિયાના બિલ ચૂકવાયા છે, ગાડીઓના રીપેરીંગ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, કેટરીગ સહિતનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક તબક્કે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ નેતાઓએ મુખ્યમંત્રી કોવિડ-19 રાહત ફંડ લહાણી કરી નાખી હતી. જાગૃત નાગરિકે માગ કરી છે કે એજન્સીઓ ના બિલોની તપાસ થવી જોઇએ,વિજિલન્સ ની તપાસ ની માગ, સ્પેશીયલ ઓડિટ થવું જોઈએ. આ બધા કામ સિંગલ કોટેશન થી આપી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને સ્વરૂપ ના કાર્યકાલ દરમિયાન સત્તાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
અગાઉ 97 ટકા ઉંચા ભાવે પાલિકાએ પતરાનું કામ આપ્યું હતું
કોરોના કાળ દરમિયાન સેફ ઇડસ્ટ્રીઝ જે સી 10 ,ફર્સ્ટ લેન સરદાર ઇન્ડસ્ટ્રીઝ આજવા રોડ, વડોદરા ખાતે આવેલી જેનો ભાવક પત્ર 97 ટકા ઉંચા ભાવે પાલિકાએ પતરાનું કામ આપવામાં આવ્યું હતું જેમાં એક ઝોનમાં સેફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પૂર્વ કાઉન્સિલર વિજય પવારે ફરિયાદ કરતાં તપાસ ચાલુ થઈ હતી અને તેમાં પેમેન્ટ આપવામાં આવ્યું નથી પરંતુ બીજા ઝોનમાં પેમેન્ટ ચૂકવાઈ ગયું હતું અને આ કિસ્સામાં જીએસટીની ચોરી થઇ હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો હતો.
પાલિકાના માનીતા કોન્ટ્રાક્ટરોનું લિસ્ટ
- પાર્ટીનું નામ રકમ રૂપિયા
- એન.બી.એચ. એજન્સી 2,27,250.00
- મારૂિત એન્ટરપ્રાઇઝ 92,000.00
- કૃિષ ટેકનિકા (સેનીટાઇઝર) 2,00,000.00
- સોઉલ િબલ્ડ ઇન્ડીય ઇન્ફ્રાકોન
(સેનીટાઇઝર) 6,94,010.00 - હયાંસ કન્સ્ટ્રક્શન્સ 70,000.00
- મંત્રાયા એન્ટરપ્રાઇઝ 10,40,000.00
- બાલાજી કન્સ્ટ્રક્શન 71,400.00
- વીર મેડીકલ સ્ટોર 1,58,000.00
- ઓમ ટ્રાવેલ્સ 1,42,55,828.00
- િવનાયક કોર્પોરેશન 2,88,604.00
- જયમાતાજી કાર્ટીંગ 70,308.00
- ધર્મેશ ઓટો ગેરેજ 3,90,000.00
- સુરજ ઓટો મોબાઇલ્સ 3,55,395.00
- ભારત કન્સ્ટ્રક્શન એન્જી.સર્વિસીસ 1,71,926.00
- ઓટો એમ્પોરિયમ 3,44,017.00
- િશવમ ઓટો બેટરી 4,14,190.00
- િગતાંજલી ટ્રાવેલ્સ કંપની 1,35,975.00
- સૈફ ઇન્ડસ્ટ્રીઝ (બેરીકેટીંગ) 66,43,335.00
- એસ.એસ.જી. હોિસ્પટલ 2,00,00,000.00
- જીએમઈઆરએસ ગોત્રીહોિસ્પટલ 3,96,90,924.00
- એનએચએમ પ્રોજેક્ટ
અર્બન હેલ્થ સોસા. 3,00,00,000.00 - રોગી કલ્યાણ સમિતિ ચેપી
રોગ હોિસ્પટલ 8,87,906.00 - એસ.એસ.જી. હોિસ્પટલ 1,70,00,000.00
- શોભનમ ડેકોરેટર્સ 1,13,133.00
- કુલ ખર્ચ 14,37,52,005.00
- કુલ ગ્રાન્ટ 15,00,00,000.00
- કુલ બચત 62,47,995.00