વડોદરા: પીડીતા સાથે નિર્દયપૂર્વક બળાત્કાર ગુજારનાર રાજુ ભટ્ટે રિમાન્ડ દરમ્યાન ક્રાઇમબ્રાંચને ગોળગોળ જવાબ આપીને સમય વ્યતિત કર્યો હતો. તેથી વધુ તપાસર્થે આજે ક્રાઇમબ્રાંચે આરોપી રાજુને રિમાન્ડ મુદત પુરા થતા વધુ રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી. ન્યાયાધીશે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગોત્રી દુષ્કર્મના ગુનામાં સીધો સંડોવાયેલો બળાત્કારી હેમંત ઉર્ફે રાજુ ત્રંબકલાલ ભટ્ટે (ર, મિલનપાર્ક સોસાયટી, જુનાગઢ) ૮ દિવસ ક્રાઇમબ્રાંચને હંફાવ્યા બાદ જુનાગઢથી ઝડપાયો હતો. હરીયાણાની પીડિતાની જિંદગી ભયમાં મુકાય તે હદે અમાનવીય કૃત્ય આચરનાર રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરીને તપાસ અધિકારીએ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ તપાસ દરમ્યાન પોલીસે આરોપીને સાથે રાખીને તેણે આચરેલા કુકર્મોની જગ્યાઓ પર રિકન્સ્ટ્રકશન કરાવ્યુ હતુ. ભેજાબાજ રાજુ ભટ્ટે નિસર્ગ એપાર્ટમેન્ટની ફલેટ માં ૯૦૩, હેલીગ્રીન એપાર્ટમેન્ટ, ડવડેક હાઇટસ, સહિતની ગુનાહિત જગ્યાઓ પર જઇને પંચનામુ કરાયુ હતુ.
જોકે, ક્રાઇમબ્રાંચે ખુદ કબૂલે છે ચાલાક રાજુ ભટ્ટ ગોળ ગોળ જવાબ આપીને રિમાન્ડ મુદત પુરી કરવા પ્રયાસ કરે છે. આરોપી રાજુ ભટ્ટને સાથે રાખીને ક્રાઇમબ્રાંચે અમદાવાદ જઇને જગ્યાનુ પંચનામુ કરી સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા. પ દિવસની આજે વધુ પ દિવસની રિમાન્ડ અર્થે ક્રાઇમબ્રાંચે માંગણી કરતા ન્યાયાધીશ સમક્ષ જણાવેલ કે આરોપીએ પીડીતા સાથે સંભોગ કર્યા હતા. તે પૂર્વે ફલેટમાં લગાવવામાં આવેલા સ્પાય કેમેરા કોણે અને કોના મારફતે ખરીદીને લગાવ્યા. તે બાબતે આરોપી સંતોષકારક જવાબ આપતો નથી. તા.પ-૯-ર૦ર૧ ના રોજ ફરીયાદીને મોબાઇલ પર ફોટા મોકલ્યા હતા તે આરોપી પાસે કઇ રીતે આવ્યા? અમદાવાદ જુનાગઢ ખાતે રોકાણ વખતે કયા વાહનનો ઉપયોગ કર્યો હતો. આશ્રય સ્થળોએ તપાસ કરી પુરાવા એકત્ર કરવાના છે. આજવા રોડ સ્થિત ડવડેકમાં પણ તપાસ બાકી છે. કોર્ટ વધુ ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.