National

ભાજપના મંત્રીએ જાહેર મંચ પર મહિલા ઉમેદવારના વાળ પકડી કરી દીધી આ હરકત, વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના સતનાના રૈગાંવ વિધાનસભા (Madhyapradesh Satna) સીટના ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી એક જાહેરસભાનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં મધ્યપ્રદેશ સરકારના મંત્રી બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહ (Minister Brijendra Pratap Sinh) સ્ટેજ પર ઉભેલી મહિલા ઉમેદવારના વાળમાં પોતાના ચશ્મા શોધતા જોવા મળે છે. કોંગ્રેસે આ વીડિયોને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે અને આ બાબતને મહિલા સુરક્ષા સાથે જોડતો પ્રશ્ન ઉઠાવ્યો છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે મંત્રીના ચશ્મા ભાજપના ઉમેદવારના વાળમાં કેવી રીતે અટકી ગયા? વીડિયોમાં જોવા મળે છે કે રૈગાંવ વિધાનસભા ક્ષેત્રના સેમરવારાની જાહેર સભામાં મુખ્યમંત્રી મંચ પર બેઠેલા નેતાઓ અને સ્થાનિક મહાનુભાવોના નામ સંબોધતા હતા. દરમિયાન, એક નેતાનું નામ જણાવવા મંત્રી બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહ ઉભા થયા હતા. જ્યારે તેઓ પોતાની સીટ પર બેસવા પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમના ખિસ્સામાં રાખેલા ચશ્મા મુખ્યમંત્રીની બાજુમાં ઉભેલી મહિલા ઉમેદવાર પ્રતિમા બાગરીના (Pratima Bagri) વાળમાં ફસાઈ ગયા હતા. ચશ્મા પ્રતિમા બાગરીના વાળમાં ગુંચવાઈ ગયા. આ વાતનો મંત્રી અને પ્રતિમા બાગરીને ખ્યાલ આવ્યો નહીં.

થોડા સમય પછી મંત્રી બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહે જોયું કે તેમના ચશ્મા તેમના ખિસ્સામાં નથી. જ્યારે ચશ્માની જરૂર હતી, ત્યારે તેઓ તેમના ખિસ્સામાં જોવા લાગ્યા. જ્યારે ચશ્મા ન મળ્યા તો આસપાસ શોધવા લાગ્યા હતા. મંત્રીની મૂંઝવણ સમજી ગયેલા તેમની બાજુમાં બેઠેલા અન્ય એક નેતાએ તેમને ઇશારામાં કહ્યું કે ચશ્મા પ્રતિમા બાગરીના વાળમાં ફસાઈ ગયા છે. આ જોઈ તેણે ધીમે ધીમે પ્રતિમાને ખલેલ પહોંચાડ્યા વગર ચશ્મા કાઢવાનો પ્રયત્ન કર્યો.

આ દરમિયાન, જ્યારે મહિલા ઉમેદવાર પાછળ જુએ છે, ત્યારે મંત્રી તેના ચશ્મા બતાવે છે અને કહે છે કે તે તેના ચશ્મા કાઢી રહ્યાં છે. આ બાબતને સમજવા પર, આસપાસના લોકો સાથે, ભાજપના ઉમેદવાર પણ હસવા લાગે છે અને બધું સામાન્ય થઈ જાય છે.

મહિલા ઉમેદવાર પ્રતિમા બાગરી.

ત્યાર બાદ આ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસે શિવરાજ સિંહ ચૌહાણ અને તેમની સરકારને ઘેરવાની તક ઝડપી લીધી હતી. એક મંત્રી દ્વારા જાહેર મંચ પર મુખ્યમંત્રીની હાજરીમાં મહિલાની છેડતીનો મામલો ગણાવતા કોંગ્રેસે કહ્યું કે મંત્રીએ શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં મહિલાની છેડતી કરી છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશમાં મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહેશે.

મંત્રી બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહ

મંત્રી બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહે બાબતે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન તેઓ તેમની સાથે વાત કરવા માટે ઉઠ્યા હતા. જ્યારે તે તેની સીટ પર પાછા ફર્યા ત્યારે કુર્તાના ખિસ્સામાંથી ચશ્મા ન મળ્યા. તેમની બાજુમાં બેઠેલા અન્ય એક બીજેપી નેતાએ સિંહને ઈશારો કર્યો અને ચશ્મા મહિલા ઉમેદવારના વાળમાં ફસાયા હોવા વિશે જણાવ્યું હતું. મંત્રીએ તેને સામાન્ય ઘટના ગણાવી છે.

Most Popular

To Top