મહેસાણા: એશિયા (Asia) ખંડની સૌથી મોટી ડેરી (Dairy) મહેસાણાની (Maheshana) દૂધસાગર ડેરી (Dudhasagar Dairy) છે. દેશ અને દુનિયામાં પ્રખ્યાત મહેસાણની દૂધસાગર ડેરીનું વાર્ષિક હજારો કરોડોનું ટનઓવર છે. પરંતુ પ્રખ્યાત દૂધસાગર ડેરીમાં કરોડોનું બટર (Butter) ચોરાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. લગભગ ડેરીમાં 1.75 કોરડનું બટર ચોરાયું હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે.
- એશિયા ખંડની સૌથી મોટી ડેરીમાં બટર ચોરાયું
- મહેસાણાની દૂધસાગર ડેરીમાં 1.75 કરોડનું બટર ચોરાયું
- કોલ્ડ સ્ટોરેજના માલિક પર ગંભીર આક્ષેપ કર્યા
- દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદનની સાથે પશુ કલ્યાણ કાર્યક્રમો પણ ચલાવે છે
મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડનું બટર ચોરાયું જવાનો બનાવ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે સહજાનંદ કોલ્ડ સ્ટોરેજ બાલવા ખાતે બટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજ ડેરી દ્વારા માસિક 3.39 લાખ ભાડાથી બટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ કોલ્ડ સ્ટોરેજમાં ડેરીના કુલ 57220 બોક્સ આવેલા છે જેની અંદાજિત રકમ 30.89 કરોડ થાય છે, જેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું. કોલ્ડ સ્ટોરેજ અને ડેરીના એગ્રીમેન્ટ મુજબ જ્યારે બટર ચોરાય કે બગડી જાય તો કોલ્ડ સ્ટોરેજ સામે ફરિયાદ થાય છે. પરંતુ બટર ચોરી થતા ડેરી દ્વારા કોલ્ડ સ્ટોરેજ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા બટરના જથ્થામાંથી 15 બટરના બોક્સ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. એમ કહી શકાય કે જેની 1.75 કરોડનું બટર ચોરાયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જાણવા મળ્યું છે કે કોલ્ડ સ્ટોરેજના માલિકને ડેરી બચાવી રહી છે. નોંધનીય છે કે કોલ્ડ સ્ટોરેજના માલિક માણસાના રાજકીય આગેવાનના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. ભાગીદાર હોવાને કારણે ડેરી કરોડોની બટર ચોરીના આરોપમાંથી સહેલાથી હાથ સાફ કરી લેશે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે મહેસાણાની દૂધસાગર ડેરી દેશમાં સૌથી કરોડોનું ઉત્પાદન કરતી ડેરી છે. દૂધની બનાવટો, પશુઓના દાણ માટેનું દાણ, માંદા પશુઓની સારવાર, પશુપાલન વિશે માર્ગદર્શન, સંવર્ધનની કામગીરી જેવાં અનેક કાર્યો પણ દૂધ સાગર ડેરી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દૂધસાગર ડેરી પશુ કલ્યાણ કાર્યક્રમો પણ ચલાવે છે.