ગોધરા: ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં બુધવારના વરસાદની આવન જાવન શરૂ રહેતા વાતાવરણમાં થોડી ઘણી ઠંડક પ્રસરી હતી. જ્યારે શહેરના અમુક વિસ્તાર સહિત તુલસીધામ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે હાલ વરસી રહેલા વરસાદથી ખેતી પાકને ફાયદો થવાની શક્યતા બહુ જ ઓછી છે.. ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં બુધવારના રોજ વરસાદી માહોલ નો નજારો જિલ્લાવાસીઓ ને જોવા મળ્યો હતો. શહેરમા મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા એક કલાક જેટલા સમયમાં શહેરના અમુક વિસ્તારોમાં એક ફૂટ જેટલા પાણી ભરાયા હતા.
વરસાદના આગમનના પગલે પ્રજાજનોને બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણ માંથી મુક્તિ મળી હતી. જ્યારે ઓચિંતા વરસાદ આવી જવાના કારણે કામ અર્થે નીકળેલ અનેક લોકો ને ઉભા રહી જવુ પડયુ હતુ.જ્યારે શહેરના સાંપા રોડ વિસ્તારમાં પણ વરસાદને કારણે તુલસીધામ,દર્શન સોસાયટી સહિતની જગ્યાઓમા પાણી ભરાવાને કારણે મીની તળાવો જેવા દશ્યો સર્જાયા હતા.અહીના સ્થાનિકોને કહેવુ છેકે વધારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે.વરસાદી પાણી ઉતરતા ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગે છે.
વધુમાં હાલમા મચ્છરજન્ય રોગોનો કારણે ડેંન્ગ્યુ ,ચીકનગૂનિયા મલેરિયા જેવા રોગો ફેલાવાનો ભય સતાવાઈ રહ્યો છે.અહીના સ્થાનિક રહીશોની માંગ છે પાણી ભરાવાની મૂશ્કેલીનો જવાબદાર તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી ફરી વરસાદ પડે તો આ મૂશ્કેલીનો સામનો રહીશોને કરવો પડે નહી. જ્યારે હાલ વરસી રહેલા વરસાદથી ખેડૂતોનો પાક ને કોઈ ફાયદો થવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે. જેતે સમયે વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામૂલ્ય ડાંગરના પાકને નુકશાન જતા પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.