SURAT

સુરતના પોલીસ કોન્સ્ટેબલના દીકરાએ UPSCની પરીક્ષા પાસ કરી: પિતાએ કહ્યું, વર્દી પહેરી સેલ્યૂટ કરીશ…

સુરત: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું કઠિન હોય છે, ખાસ કરીને ગુજરાતી યુવાનો તેમાં ઝંપલાવતા નહીં હોવાના કારણે જ્યારે જ્યારે આ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે તેમની બોલબાલા વર્તાતી નથી પરંતુ દરેકક્ષેત્રની જેમ યુપીએસસીમાં (UPSC) પણ ગુજરાતી (Gujarati) યુવાનો કાઠુ કાઢી રહ્યાં છે, આ વખતે ગુજરાતના 16 ઉમેદવારોએ ટોપ એક હજારમાં સ્થાન મેળવ્યું છે અને તેમાં સુરતના (Surat) ઉમેદવાર મયુર પરમારનો (Mayur Parmar) પણ સમાવેશ થાય છે. મયુરના પિતા સુરત પોલીસમાં જ હોવાથી શહેર પોલીસબેડામાં પણ અનોખી ખુશી જોવા મળી છે.

  • યુપીએસસી ક્રેક કરીને સુરતનો મુયર પરમાર બન્યો ખાખીનો હીરો
  • બદલાતા રહેતા પોલીસ કમિશનર, પાલિકા કમિશનર અને કલેક્ટર દ્વારા અલગ-અલગ જુસ્સા અને સ્ટાઈલથી કરાતી કામગીરીમાંથી યુપીએસસીની પ્રેરણા મળી
  • કોલેજમાં સાથે જ અભ્યાસ કરાતો સફી હસન વર્ષ 2020-21માં આઈપીએસ બન્યો ત્યારથી મયુરે યુપીએસસી પાસઆઉટ કરવા પોતાનું મન બનાવી લીધું હતું

મંગળવારના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરતના મયુર પરમારે દેશમાં 823મો અને ગુજરાતમાં 9મો નંબર મેળવ્યો છે. મયુરના પિતા રમેશભાઈ પરમાર સલાબતપુરા પોલીસ મથકમાં હેડ કોન્ટેબલ (Constable) છે. મયુર પરમારે ચોથી ટ્રાયલે યુપીએસસી ક્રેક કરી છે.

મયુર પહેલી ટ્રાયલે પ્રિલિમ્સમાં, બીજી ટ્રાયલે ઇન્ટરવ્યૂમાં અને ત્રીજી ટ્રાયલે મેઇન્સમાં નિષ્ફળ ગયો હતો. પણ હિંમત હાર્યા વિના તેણે ચોથી ટ્રાયલ આપી અને યુપીએસસી ક્રેક કરીને જ રહ્યો. જોકે, મયુરને રેન્કની સાથે પોઝિસન્સથી સંતોષ નથી. જેને કારણે તે ફરીથી યુપીએસસી આપવાની ઇચ્છા ધરાવે છે.

દોઢ લાખથી વધારે એમસીક્યૂની પ્રેક્ટિસ કરી અને સેલ્ફ સ્ટડી પર મારું ફોક્સ રહ્યું : મયુર પરમાર
મયુરે ‘ગુજરાતમિત્ર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શહેરના બદલાતા પોલીસ કમિશનર અને પાલિકા કમિશનરની સાથે સાથે કલેક્ટર વિશેના સમાચારો વાંચી તેમની કામગીરીમાંથી યુપીએસસીમાં જોડાવાની પ્રેરણા મળી હતી. એટલું જ નહીં, કોલેજમાં અભ્યાસ કરાનાર સફી હસન વર્ષ 2020-21માં આપીએસ બન્યો હતો. એનાથી ખૂબ પ્રેરાયો હતો.

વર્ષ 2018-19માં બેઝિક ક્લાસ કર્યા હતા. જે પછી હું સેલ્ફ સ્ટડી જ કરતો હતો. છેલ્લા સાડા ચાર વર્ષથી પેપર્સની પ્રેક્ટિસ કરતો હતો અને વર્ષે 50થી વધારે પેપરો સોલ્વ કરતો હતો. સાડા ચાર વર્ષમાં દોઢ લાખથી વધારે એમસીક્યૂની પ્રેક્ટિસ કરી છે, ખાસ કરીને નોટ્સ બનાવતો જેથી ખૂબ જ ફાયદો થતો હતો.

હંમેશા ક્વોલિટી વાઇઝ વાંચવું જોઇએ અને રાત્રે રિડિંગની સાથે ઓનલાઇન સાધનનો મહત્તમ ઉપયોગ કરીને સ્માર્ટ સ્ટડીઝ કરવી જોઇએ. જેને કારણે યુપીએસસી ક્રેક કરવામાં ફાયદો મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે મયુરે ધોરણ-12 સુધીનો અભ્યાસ શ્રી વસિષ્ઠ વિદ્યાલયમાંથી કર્યા બાદ એસવીએનઆઇટીમાંથી બીટેક કર્યું હતું. જે પછી તેણે ત્રણ મહિના સિવિલ એન્જિનિયર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ્ડ કામ કર્યું હતું.

મારો દિકરો મારી સામે આવશે તો હું ચોક્કસ યુનિફોર્મ પહેરી સેલ્યૂટ કરીશ
મયુરના પિતા રમેશ પરમારે જણાવ્યું હતું કે મારા દિકરાએ મને પહેલેથી જ કહેતો હતો કે પપ્પા મારે યુપીએસસી ક્લિયર કરવું છે. જે ક્લિયર કરવા માટે મારો દિકરો સાત વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. એ કોઈ પ્રસંગમાં પણ હાજરી આપતો ના હતો. આજે હું કોઇ અધિકારી મળે તો તેને સેલ્યૂત મારીને ઇજ્જત આપતી હોયે છીએ, પણ આજે મારે મારા દિકરાને સેલ્યૂટર મારવી પડશે. મારો દિકરો મારી સામે આવશે તો હું ચોક્કસ યુનિફોર્મ પહેરીને સેલ્યૂટ કરીશ.

ઇન્ટરવ્યૂમાં શહેરનો પ્રશ્ન પુછ્યો, સુરત ડાયમંડના ઉત્પાદનમાં કેમ સક્ષમ છે?
મયુરને ઇન્ટરવ્યૂમાં અનેક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જેમાં એક પ્રશ્ન સુરત શહેરનો હતો અને તે એમ હતો કે સુરત ડાયમંડના ઉત્પાદનમાં કેમ સક્ષમ છે? આ સિવાય મયુરને તાલિબાનને ભારતમાં માન્યતા આપવી જોઇએ? સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાછળ આટલો ખર્ચ કેમ થયો છે અને વંદે ભારત ટ્રેન હોવા છતાં બુલેટ ટ્રેનની કેમ જરૂરિયાત પડી? તેવા પ્રશ્ન પણ પુછાયા હતા.

Most Popular

To Top