કાનપુર: (Kanpura) કાનપુરમાં ઉચ્ચ પ્રાથમિક શાળા (Primary School) મોડેલ પ્રેમ નગરના ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી (Student) વિબાનને એક ખાનગી સંસ્થાના પ્રશિક્ષકે હેન્ડ ડ્રિલ મશીનનો (Drill Machine) ઉપયોગ કરી ઈજા પહોંચાડી હતી. વિદ્યાર્થીને બે નો ઘડીયો ન આવડતો હોવાથી પ્રશિક્ષકે તેને ઇજા પહોંચાડી હતી. મામલો ગુરુવારનો છે. વિદ્યાર્થીના હાથમાં ઈજા જોઈને વાલીઓએ શુક્રવારે શાળામાં આવીને હોબાળો મચાવ્યો હતો.
- ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી સામે ટીચરે આચરી આટલી ક્રૂરતા
- બે નો ઘડીયો ન આવડતાં હાથમાં ડ્રીલ મશીન ચલાવી દીધું
- વિદ્યાર્થીને હાથમાં ઈજા થતાં તેને નજીવી સારવાર આપીને શાળાએથી મોકલી દેવામાં આવ્યો
- વાલીઓએ શુક્રવારે શાળામાં આવીને હોબાળો મચાવ્યો
સ્ટુડન્ટ વિવાને જણાવ્યું કે જ્યારે અનુજ સરે તેને બેના ઘડીયાનું પઠન કરવાનું કહ્યું. જે તે ન કરી શક્યો. તે સમયે પ્રશિક્ષક હાથમાં એક ડ્રિલ મશીન લઈને ઉભા રહાત. જે તેમણે વિદ્યાર્થીના હાથ પર ચલાવી દીધું હતું. જોકે નજીકમાં ઉભેલા વિદ્યાર્થી ક્રિષ્નાએ ડ્રિલ મશીનનો પ્લગ કાઢી નાખ્યો હતો. જેને કારણે વધુ ઈજા થતાં અટકી ગઈ હતી. જોકે ડ્રિલ મશીનને કારણે વિદ્યાર્થીના ડાબા હાથ પર ઇજા પહોંચી હતી.
શાળાના શિક્ષકો બચાવ કરી રહ્યા હતાં
વિદ્યાર્થીને હાથમાં ઈજા થતાં તેને નજીવી સારવાર આપીને શાળાએથી મોકલી દેવામાં આવ્યો હતો. શિક્ષિકા અલકા ત્રિપાઠીએ આ બાબતે કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરી ન હતી. ત્યાં સુધી કે વિદ્યાર્થીને ટિટનેસ ટેસ્ટ કરાવ્યા વિના મોકલી આપ્યો હતો. શુક્રવારે જ્યારે હોબાળો થયો ત્યારે ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી.
બીએસએ ઘટના સ્થળે પહોંચ્યા
મામલાની માહિતી મળતા જ બીએસએ સુરજીત કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે પ્રશિક્ષકને શાળામાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. આ સાથે અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.