અંકલેશ્વર: સુરતના (Surat) ઉમરપાડા (Umarpada) નજીક કાર (Car) પલટી મારતાં અંકલેશ્વરનાં (Ankleshwar) 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે યુવકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા.
- ઉમરપાડા ખાતે લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતી વેળા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ગઈ
- બે યુવકને ઇજા પહોંચતાં સારવાર હેઠળ
- બનાવની જાણ થતાં મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ
- કાર પલટી મારતાં અંકલેશ્વરનાં 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ઉમરપાડાના કેવડી ગામે લગ્ન પ્રસંગમાં (Marriage Function) હાજરી આપવા ગયેલા અંકલેશ્વરના યુવાનોની કારને અકસ્માત (Accident) નડ્યો હતો. મોડી રાત્રે કેવડી ખાતે લગ્નપ્રસંગ પતાવી પરત ફરતી વેળા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી, જેમાં અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા 34 વર્ષીય સુમિત નટવર ચાવડા અને સંજયનગરમાં રહેતાં કારચાલક 32 વર્ષીય તેજસ સુરેશ બાવીષ્કરનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં રહેતા સાગરસિંહ ચાવડા અને વાલિયાના હાર્દિક શાહને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની (Accident) જાણ થતાં ઉમરપાડા પોલીસનો (Umarpada Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ બનાવની જાણ થતાં મૃતકોના પરિવારજનોમાં (Family) શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઉમરપાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાગરા ગામ પાસે ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત
નવસારી : સાગરા ગામ પાસે ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના સાગરા ગામ સીમમાંથી પસાર થતી સુરતથી નવસારી જતા એપ રેલ્વે ટ્રેક ઉપર થાંભલા નં. ૨૪૧/૩-૫ પાસે એક ટ્રેન અડફેટે એક અજાણ્યા આધેડનું મોત નીપજ્યું હતું. જે બાબતે કી મેન અર્જુનસિંહે મરોલી રેલ્વે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. જેથી રેલ્વે સ્ટેશન માસ્તરે મરોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.