Business

ભારતમાં લગ્નની વય વધારવાના બદલે ઘટાડવી જોઈએ

કેન્દ્ર સરકાર જ્યારે કન્યા માટે લગ્નની ઉંમર વધારીને ૨૧ વર્ષની કરવા માગે છે ત્યારે દિલ્હીની હાઇકોર્ટે એક ચુકાદામાં એવું ઠરાવ્યું છે કે કોઇ પણ કન્યા જો ૧૫ વર્ષ કરતાં વધુ ઉંમરની હોય અને તે પોતાની મરજીથી પરણવા માંગતી હોય તો તેનાં લગ્ન કાનૂની દૃષ્ટિએ માન્ય ગણાવા જોઇએ. દિલ્હીની હાઇકોર્ટ સમક્ષ ત્રણ એવા કિસ્સાઓ આવ્યા હતા, જેમાં ૧૫ વર્ષની બાળાઓએ પોતાના પ્રેમી સાથે ભાગીને પોતાના પરિવારજનોની ઇચ્છાથી વિરુદ્ધ જઇને લગ્ન કરી લીધા હતાં. આ ત્રણેય કિસ્સાઓમાં બાળાઓના કુટુંબીજનોએ પોતાની પુત્રીઓના પતિઓ સામે અપહરણ અને બળાત્કારના કેસો કરીને તેમને જેલમાં મોકલી આપ્યા હતા અને બાળાઓને તેમની મરજીથી વિરુદ્ધ નારી સુરક્ષાગૃહમાં રહેવાની ફરજ પાડી હતી.

હાઇકોર્ટે નાની ઉંમરે થતાં લગ્નોની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આ ત્રણેય લગ્નોને કાનૂની દરજ્જો આપ્યો હતો અને બાળાઓને નારી સંરક્ષણગૃહમાંથી મુક્ત કરીને તેમના પતિદેવો સાથે રહેવા માટે મોકલી આપી હતી. આ રીતે અદાલતે એક રીતે સામાજિક વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો હતો તો બીજી બાજુ પોતાની મરજી મુજબ લગ્ન કરીને ઠરીઠામ થવાના સગીર બાળાઓના અધિકારનો પણ સ્વીકાર કર્યો હતો. જો લગ્નની ઉંમર ૨૧ વર્ષ થશે તો આવા કિસ્સાઓની સંખ્યા વધી જશે. આજના યુવકો અને યુવતીઓમાં લગ્ન અગાઉના જાતીય સંબંધોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, એમ તાજેતરમાં કરવામાં આવેલા અનેક સેક્સ સર્વે કહે છે. ભારતીય સમાજમાં લગ્ન અગાઉના જાતીય સંબંધો વ્યભિચાર ગણાય છે. આજે TV અને અન્ય પ્રસાર માધ્યમોની અસર હેઠળ તરૂણોમાં ખૂબ જ નાની વયે સેક્સ બાબતમાં સભાનતા આવતી જાય છે. પડદા ઉપરનાં ઉત્કટ પ્રણય દૃશ્યો જોઇને કાચી વયના કિશોરકિશોરીઓ તેની અજમાયશ પોતાની પર્સનલ લાઇફમાં કરવા તત્પર બની જાય છે. આ સંયોગોમાં નાની ઉંમરે જ તેમને જાતીય રીતે સક્રિય બનતા સમાજ અટકાવી શકતો નથી.

જો આપણે યુવકયુવતીઓ લગ્ન અગાઉ જાતીય સંબંધો ન બાંધે તેવું ઇચ્છતા હોઇએ તો તેના માટે બે જ વિકલ્પ રહે છે: ક્યાં તો તેમને પ્રયત્નપૂર્વક જાતીય સંબંધોથી દૂર રાખવા અને ક્યાં તેઓ જાતીય સંબંધો બાંધવાની ઉંમરે પહોંચે તે અગાઉ જ તેમને પરણાવી દેવા. જો આપણે નાની ઉંમરના જાતીય સંબંધોને અટકાવી ન શકતા હોઇએ અને સાથે સાથે વહેલી ઉંમરે લગ્નનો પણ વિરોધ કરતા હોઇએ તો તેનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે આપણે વ્યભિચારને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પગલે બાળલગ્નના વિરોધીઓએ અને મહિલા સંસ્થાઓએ એવી કાગારોળ મચાવી દીધી હતી કે, અદાલત બાળવિવાહને કાનૂની દરજ્જો આપી રહી છે. હકીકતમાં દિલ્હીની વડી અદાલતે બાળલગ્નને અનિવાર્ય અનિષ્ટ તરીકે નહીં પણ એક સામાજિક જરૂરિયાત તરીકે માન્યતા આપીને બાળલગ્નની વિરુદ્ધમાં અત્યાર સુધી કરવામાં આવતી દલીલોને જ નિરર્થક સાબિત કરી દીધી છે.

આજના બદલાયેલા સામાજિક સંયોગોમાં હકીકતમાં બાળલગ્નને એક સામાજિક દૂષણ તરીકે નહીં પણ અનેક સામાજિક દૂષણોથી નવી પેઢીને બચાવી લેવાનાં સાધન તરીકે જ જોવાં જોઇએ. જો સ્ત્રી અને પુરૂષની લગ્નવય સરખી કરવી હોય તો પુરૂષની વય ઘટાડીને ૧૮ની કરવી જોઈએ. આજે ૧૬ વર્ષના યુવકો કોલેજમાં જાય છે અને ડેટિંગ પણ કરતાં થઇ જાય છે. ૧૮માં વર્ષે તેઓ કાનૂની રીતે પણ પુખ્ત ગણાય છે. ૧૮ વર્ષનો યુવક મતદાન કરી શકે છે, ડ્રાઇવિંગ કરી શકે છે, બેન્કમાં પોતાની સહીથી ખાતું ખોલાવી શકે છે અને પોતાના નામે સ્થાવર મિલકત ખરીદીને તેનો વહીવટ પણ કરી શકે છે. તો તે લગ્ન શા માટે ન કરી શકે? આજની સામાજિક પરિસ્થિતિ પણ એમ કહે છે કે ૧૮ વર્ષના યુવકને જો લગ્ન કરવાની કાનૂની છૂટ ન આપવામાં આવે તો તે વ્યભિચારને માર્ગે વળી શકે છે.

બાળલગ્નના વિરોધીઓ પાસે હવે એક જ દલીલ બાકી રહે છે કે, સ્ત્રીપુરૂષો વહેલાં પરણે એટલે વહેલી ઉંમરે સંતાનો થાય છે અને પરિણામે દેશની વસતિમાં ઝડપી વધારો થાય છે. પહેલી વાત તો એ કે મોડાં પરણનારાં સ્ત્રીપુરૂષો ઓછાં સંતાનો જ પેદા કરે તેવું જરૂરી નથી. બીજી વાત એ કે સ્ત્રીઓએ અને પુરૂષોએ ક્યારે લગ્ન કરવાં અને ક્યારે સંતાનો પેદા કરવાં એ દરેક બાબતની વ્યક્તિગત પસંદગીની બાબત છે. તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઇએ સરકારને અધિકાર આપ્યો નથી. અને ત્રીજી સૌથી મહત્ત્વની બાબત એ કે હવે તો વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રીઓ પણ સ્વીકારવા લાગ્યા છે કે જેમ દેશની વસતિ વધે છે તેમ ઉત્પાદન વધે છે અને સમૃદ્ધિ પણ વધે છે. ભારત આજે આર્થિક મહાસત્તા બનવા તરફ હરણફાળ ભરી રહ્યું હોય તો તેનું મુખ્ય કારણ તેની ઝડપથી વધી રહેલી વસતિ છે.

આજે જે કન્યાઓ કારકિર્દીના મોહમાં મોટી ઉંમર સુધી કુંવારી રહે છે તેઓ પણ જાતીય રીતે સક્રિય જ હોય છે. આ વ્યભિચાર નથી તો શું છે? આવી કન્યાઓની વધતી સંખ્યા શું સમાજના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક નથી? જે કન્યાઓ બાળપણમાં લગ્ન કરે છે, તેમનાં સંતાનો વધુ તંદુરસ્ત હોય છે અને તેમનામાં છૂટાછેડાનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે, તેમ વિદેશમાં થયેલા અભ્યાસો કહે છે. જે સ્ત્રીઓ મોટી ઉંમરે લગ્ન કરે છે, તેમનામાં વંધ્યત્વનું પ્રમાણ પણ વધુ હોય છે. મોટી ઉંમરે સ્ત્રી સંતાનને જન્મ આપે તે સંતાન મોંગોલિયન ચાઇલ્ડ હોવાની પણ સંભાવના રહે છે.  જ્યારે કોર્ટોએ અને સરકારે પણ આ હકીકતનો સ્વીકાર કરી લીધો છે ત્યારે બાળલગ્નના વિરોધીઓ આ સામાજિક વાસ્તવિકતાઓનો સ્વીકાર કરી પોતાના કદાગ્રહમાંથી બહાર આવશે ખરા? સરકારે સામાજીક રીતરિવાજોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવાને બદલે ગરીબી અને બેકારી દૂર કરવા તરફ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ.

Most Popular

To Top