વડોદરા: વડોદરા શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યાઓ વિકટ બનતી જાય છે હાઇકોર્ટની ટકોર બાદ પણ પાલિકા દ્વારા રખડતા ઢોરતો રસ્તે રખડતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં રખડતા ઢોરની અડફેટે એક તરફ લોકો ઈજાગ્રસ્ત થાય છે. અને કેટલાકને તો જીવ ગુમવવાનો વારો આવ્યો છે, ઢોર પાર્ટી દ્વારા પણ ઢોર પકડવા જાય છે ત્યારે કેટલાક પશુ પલકોને એની જાણ પણ થઇ જતી હોય છે એટલે જે વિસ્તારમાં ઢોર પકડવા જાય છે ત્યાં ઢોર રસ્તે રખડતા જોવા મળતા નથી અને જ્યાં રસ્તે રખડતા ઢોર જોવા મળે છે અને પાલિકાની ઢોર પાર્ટી એ ઢોર પકડે છે પરંતુ શર્મ આવે આવે રીતે મહિલાઓ પણ હવે પાલિકાની ઢોર પાર્ટી પાસેથી પોતાના ઢોર છોડાવીને લઇ જાય છે.
પાલિકાને શર્મ આવે તેવી ઘટના ગઈકાલે રાત્રે વડોદરા શહેરમાં બની હતી. રખડતા ઢોર પકવા જતા પાલિકાના કર્મચારીઓને પણ જીવના જોખમે કામગીરી કરવી પડી રહી છે. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર ગઇકાલે દાતરડું અને ડંડા લઇને આવેલી મહિલાઓએ ઘર્ષણ કર્યું હતું અને પાલિકાના કર્મચારીઓેએ પકડેલી ઢોરને છોડાવી ગયા હતા. આ ઘટનામાં પાલિકાના પદાધિકારીઓને શર્મ આવે કે ના આવે પણ આ શર્મ જનક ઘટના છે હવે જોવું રહ્યું કે પાલિકાના પદાધિકારીઓ આ મહિલાઓ બાપોદ પોલીસ સ્ટેશનમાં પશુપાલક મહિલા સામે ફરિયાદ નોધવામાં આવી હતી પણ ફરિયાદ નોધયાના બે દિવસ વીત્યા બાદ પણ હજુ એક પણ પશુપાલક મહિલાની અટક કરવામાં આવી નથી જેથી પોલીસની કાર્યવાહી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે.
વાયરલ વીડિયોના આધારે તપાસ હજી ચાલુ છે
બે દિવસ પહેલા થયેલા બનાવમાં વીડિયોના આધારે મહિલાના નામઠામની ઓળખ કરવાની તજવીજ હજી ચાલુ છે તેના આધારે અટક કરવામાં આવશે.
– સુનીલ ચૌધરી , પીઆઈ. બાપોદ પો. સ્ટેશન