વડોદરા : પંજાબની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા જેમાં ગત રોજ ભાજપ દ્વારા મંત્રીઓની ઉપસ્થિતિમાં કીર્તિ સ્તંભથી ભગતસિંહ સુધી મોદીજીના દીર્ધાયુષ્ય પ્રાર્થના સાથે મસાલ રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂરી થયા બાદ ભગતસિંહ ચોક પરથી રાજ્યમંત્રી મનીષાબેન વકીલ ની જીભ લપસી હતી. જેમાં તેઓ વડાપ્રધાન દેશના ત્યાર બાદ રાજ્યના ત્યારબાદ માફી માંગીને દેશના વડાપ્રધાન બોલતા તેમની જીભ લપસી હતી. દેશના એસએસસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સાથે ચેડા કરનાર પંજાબ સરકારનો વિરોધ કરવા ભાજપ દ્વારા ગતરોજ મશાલ રેલી યોજાઇ હતી. ભાજપ દ્વારા મંત્રીઓની ઉપસ્થિતિમાં કીર્તિસ્થંભ ભગતસિંહ ચોક સુધી મશાલ રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં મંત્રીઓ,ધારાસભ્યો, સંગઠનના હોદેદારો સહિત ભાજપના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા.
મોદીજીના દીર્ધ આયુષ્યની પ્રાર્થના સાથે નીકળેલી મસાલ રેલી સમાપન સ્થળે જાહેર મંચ પરથી બે-જવાબદાર રાજ્યમંત્રી મનીષાબેન વકીલ ની જીપ લપસી હતી. જાહેર મંચ પરથી ગળું ફાડીને તેઓ અતિ ઉત્સાહમાં મહિલા રાજ્યમંત્રી મનીષા વકીલ એકની એક વાત રટણ કરી રાખ્યું હતું. જાહેર મંચ પરથી વડાપ્રધાન દેશના રાજ્યના ત્યારબાદ મંત્રીએ માફી માગી હતી અને દેશના વડાપ્રધાન બોલ્યા હતા સાથે ઉભેલા સંગઠનના નેતાઓ તથા હોદ્દેદારો હેબતાઈ ગયા હતા. રાજ્યમંત્રી મનિષા વકીલે જાહેર મંચ પરથી હાસ્યાસ્પદ ભાષણ અતિ ઉત્સાહમાં આવીને કહ્યું હતું. મંત્રીને રાજ્ય અને દેશમાં કોઇ ફરક દેખાતો નથી. રાજ્યમંત્રી શિક્ષક જગત સાથે સંકળાયેલા છે તેઓ ધારાસભ્ય અને રાજ્ય મંત્રી આવું બોલે. વડાપ્રધાન મોદીનું નામ દેશનો નાનો બાળક હોય કે ભાન ભૂલે લો માણસ પણ આવું ના બોલે તેવું રાજ્ય મંત્રી બોલી ગયા હતા. કોઈને પણ રાજ્યમંત્રી મનીષા વકીલ ના ભણતર પણ શંકા જાય આવા ધારાસભ્યને મંત્રીમંડળમાં સમાવાયા અને મહત્વની જવાબદારી સોંપાઈ એ આશ્ચર્ય.