Charchapatra

ભારત માતાની પીઠમાં મણિપુરનું ખંજર

મણિપુર હાલમાં ભારે તોફાન, ખૂના મરકી, કુપ્રચાર ચાલી રહ્યા છે. પ્રથમ તો જાણી લઈએ કે આ દાવામળ સળગાવનાર ભાજપની કેન્દ્ર સરકાર જ છે. તે નૈરૂત્ય ભારતમાં જે ‘‘મુરઘીની ડોક’’ (ચીકન નેક) નામની સાંકડી પટ્ટીની પેલે પાર જે પ્રદેશો આવેલા છે તે પ્રદેશોમાં હિન્દુધર્મ ઘુસાડવા માગે છે. આરએસએસના એક નેતા ટીવી મિડીયા પર બોલી પણ ગયેલા કે આ બધા નાના રાજ્યોમાં બિન-હિંદુ વસ્તી વધારે છે તે ભારતની સલામતી માટે જોખમી છે. એમ તો દક્ષિણમાં તામીલનાડું, કર્ણાટક, આંધ્ર, કેરાલા, તેલંગણામાં હિન્દુ વસ્તી હોવા છતાં ભાજપ ત્યાં હારે કેમ છે? કારણ એ પ્રજાઓ હોશિયાર અને દૂરંદેશી છે.

ધાર્મીક પ્રચારની આંધીમાં પોતાની અક્કલ છાપરે મૂકી દેતી નથી. નૈઋત્ય ભારતમાં ખ્રિસ્તી વસ્તી વધુ છે. તે ભાજપ વાળાને ખૂંચે છે. અમેરિકા, બ્રીટન, ફ્રાંસ જઈ ખ્રિસ્તી સરકારોને પગે પડતા તેમના વડા પ્રધાનને શરમ લાગતી નથી પણ નૈઋત્ય ભારતમાં ખ્રિસ્તીઓ વધુ છે, તેની ચિંતા નરેન્દ્ર મોદીને રાત-દિવસ સતાવે છે એટલે તેણે ગુજરાત-2002ની નવી આવૃત્તિ મણિપુરમાં બહાર પાડી છે. આદિવાસીઓ સામે હિન્દુઓ પડ્યા છે. એવાં હિન્દુ જે પછાત નથી પરંતુ તેમને આદિવાસીનો દરજ્જો જોઈએ છે, જેથી પહાડી વિસ્તારો જ્યાં કુકી નામની આદિવાસી પ્રજા વસે છે, તેમની સામૂહિક હત્યાઓ કરી નાંખી તેમની જમીનો, પહાડોપર કબજો કરી લેવા આ હિન્દુઓ તૈયાર થયા છે.

હવે તેમને ‘‘આદિવાસી’’ નો દરજ્જો આપ્યો કોણે? કાયદા અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ પ્રજા જ્ઞાતિને આદિવાસી કે દલિતનો દરજ્જો આપવો હોય, તો તે સરકારી કચેરીઓ અને સંસ્થા દ્વારા થઈ શકે. તે પ્રક્રિયા આખી વહિવટી પ્રક્રિયા છે. પરંતુ મોદીને આમ કરી પોતે ખરડાવું ન હતું, તેથી મણિપુરની હાઈકોર્ટના એક જજને મારફતે એવો ચૂકાદો મેળવ્યો કે પેલા ‘‘જોઈતી હિન્દુ’’ ઓ આદિવાસી છે આ ચૂકાદો જ ગેરકાયદે છે. પણ હાઈકોર્ટમાં મોદીએ આરએસએસ અને હિન્દુરાષ્ટ્રવાદને સમર્પિત ઘણાં જજો ઘુસાડી દીધા છે. 

તેઓ હંમેશા મોદી અને ભાજપની સરકારોને બચાવવાનું કામ કરે છે અને જજ બનતા પહેલાં જે બંધારણને વફાદાર રહેવાના સોગંદ લીધેલા તે બંધારણની પીઠમાં ખંજર ભોંક્યા કરે છે.. મોદી માત્ર પ્રચારક છે, અર્થકારણ, સમાજકારણ, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેની ચાંચ ક્યાયં ડૂબે તેમ નથી તેથી તે ભારતની અખંડિતતા અને એકતા જોખમાવે એવા કામો અને ભાષણો ઠોકયે રાખે છે તેને મણિપુરના પહાડી વિસ્તારો પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ચરણે ધરી દેવા છે. અને તેથી આદિવાસીઓનો હત્યાકાંડ જરૂરી છે. આ માણસ દેશને માથે મોટી પનોતી બનીને આવ્યો છે. આ હત્યાકાંડ ચીની બનાવટનાં ઓટોમેટીક હથિયારોથી થઈ રહ્યો છે.
સુરત     – ભરત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top