National

મણીપુરના મુખ્યમંત્રીની એડવાન્સ સિક્યોરિટી ટીમ પર કૂકી ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હી: મણીપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની એડવાન્સ સિક્યોરિટી ટીમ પર આજે સોમવારે તા. 10 જૂનની સવારે કૂકી ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. જીરીબામ જઈ રહી હતી ત્યારે આ સિક્યોરિટી ટીમ પર હુમલો થયો હતો. મંગળવારે જીરીબામમાં મુખ્યમંત્રી બિરેન સિંહનો કાર્યક્રમ છે, તે પહેલાં સુરક્ષા ટીમ પહોંચી રહી હતી.

સોમવારે સવારે 10.30 વાગ્યે કુકી આતંકવાદીઓએ એનએચ 37 જીરીબામ રોડ પર કોટલેન નજીક ટી લાઇજાંગ ખાતે જીરીબામ જઈ રહેલી સીએમ એન બિરેનની એડવાન્સ સુરક્ષા ટીમ પર હુમલો કર્યો. મંગળવારે મુખ્યમંત્રીની મુલાકાત પહેલા આ ટીમ જીરીબામ જઈ રહી હતી.

આ હુમલામાં CID રાજ્ય પોલીસ, CISF જવાન અને બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. એક ઘાયલ વ્યક્તિને ઈમ્ફાલ મોકલવામાં આવ્યો છે. વાસ્તવમાં જીરીબામમાં છેલ્લા 2 દિવસથી હિંસાના સમાચાર છે અને અહીં સ્થિતિ તંગ છે. આ સ્થિતિનો તાગ મેળવવા માટે મણિપુરના સીએમ બિરેન સિંહે મંગળવારે જીરીબામની મુલાકાત લેવી પડશે.

અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એડવાન્સ સિક્યોરિટી ટીમ ઈમ્ફાલથી જીરીબામ જિલ્લા તરફ જઈ રહી હતી. ત્યારબાદ સવારે લગભગ 10.30 વાગ્યે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37 (ઇમ્ફાલ-સિલચર વાયા જીરીબામ) પર કાંગપોકપી જિલ્લાના કોટલાને નજીક ટી લાઇજાંગ ગામમાં હુમલો થયો. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. હાલમાં, પોલીસ કમાન્ડો અને આસામ રાઇફલ્સ (AR)ની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ગળવારે સીએમ જીરીબામ જવાના હતા
6 જૂનના રોજ અજાણ્યા હુમલાખોરો દ્વારા એક વ્યક્તિનું માથું કાપી નાખવામાં આવ્યા બાદ જિલ્લામાં તાજેતરની હિંસાના સંદર્ભમાં સીએમ સિંહ મંગળવારે જીરીબામ જિલ્લાની મુલાકાત લેવાના હતા. આ ઘટનાને કારણે લગભગ 70 ઘરો અને કેટલીક સરકારી ઓફિસોમાં આગ લાગી હતી. જેના કારણે સેંકડો લોકો વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.

Most Popular

To Top