વાંકલ: માંગરોળના (Mangrod) ઝંખવાવ ગામે સરકારી દવાખાના (Government Hospital) નજીક બ્લેક કલરની (
Black color) વગર નંબરની કારમાં (without Number Car) આવેલા ઈસમોએ એક બાર વર્ષના બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજી તરફ આ ઘટનામાં બે ઈસમને બાળકનું અપહરણ કરનારા સમજી લોકોએ પકડી લઈ પોલીસને હવાલે કર્યા હતા. ઝંખવાવ ગામનો નવાબખાન હાફિઝ ખાન મુલતાની નામનો બાળક મુખ્ય માર્ગ પર સરકારી દવાખાના પાસે હતો. ત્યારે એક વગર નંબરની બ્લેક કલરની કારમાં આવેલા ઈસમોએ તેને કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બાળક અપહરણ કરનારાના હાથમાંથી છૂટી ઘર તરફ ભાગી ગયો હતો.
ઝંખવાવ બજારમાં અજાણ્યા બે ઇસમ લોકોની નજરે ચઢતાં તેને પકડી લીધા
જેમાં તેનું શર્ટ ફાટી ગયું હતું અને પગે ઇજા થઈ હોવાનું જણાવ્યું હતું. વધુમાં બાળકે જણાવ્યું કે, આ વગર નંબરની ગાડીમાં અન્ય બાળકો પણ બેસાડેલાં હતાં. ત્યારબાદ ઘટના સંદર્ભમાં બાળકના વાલી-વારસ મોસીન કાળુ મુલતાની દ્વારા ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી. બીજી તરફ ઝંખવાવ બજારમાં અજાણ્યા બે ઇસમ લોકોની નજરે ચઢતાં તેને પકડી લીધા હતા અને આ બંને ઈસમ અપહરણની ઘટનામાં સંડોવાયેલા હોવાનું માની લઈ લોકોના ટોળાએ પોલીસને હવાલે કર્યા હતા. પરંતુ પોલીસ તપાસમાં આ બંને ઈસમ સાબરકાંઠા તરફના હોવાનું અને મજૂરીકામ અર્થે અવારનવાર ઝંખવાવમાં આવતા હોવાનું અને આ ઘટનામાં તેઓ નિર્દોષ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.