સુરત: માંગરોળના (Mangarol) વાંકલ ગામે બજારમાં કરિયાણાની દુકાનમાં (Grocery Store) સામાન ખરીદવા આવેલા ગ્રાહકના ખિસ્સામાંથી રૂ.1700ની ચીલઝડપ કરવાની ઘટના CCTV કેમેરામાં (CCTV Cameras) કેદ થયા બાદ તાત્કાલિક પોલીસે (Police) તાત્કાલિક ચોરને ઝડપી પાડ્યો હતો.વાંકલ બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા મયૂર મોદીની દુકાનમાં બપોરે રૂપિયા ચીલઝડપ કરવાના ઇરાદે ગ્રાહક બનીને આવેલા ત્રણ ઈસમ અન્ય એક ગ્રાહકની આજુબાજુ ઊભા રહી ગયા હતા.એ સમયે ગ્રાહક મોહન બીજીયા વસાવા (રહે., પાતલ દેવી)ના ખિસ્સામાંથી પાછળ ઊભેલા એક ઈસમે પ્લાસ્ટિકની થેલીની ઓથ કરી ખિસ્સામાંથી રૂ.1700 કાઢી લીધા હતા.
- ખરીદીના બહાને દુકાનમાં ઘૂસી ખીસ્સામાંથી રૂ.1700 કાઢી લીધા હતા
- ચોરી કર્યા બાદ ત્રણેય ચોર નીકળી ગયા, પણ સીસીટીવીએ પોલી ખોલી નાંખી
- દુકાનમાંથી ગ્રાહરના રૂપિયા ચોરીને નીકળ્યા બાદ ચોર બીજી દુકાનમાં ઘૂસ્યો
ચોરી કર્યા બાદ ત્રણેય ચોર નીકળી ગયા, પણ સીસીટીવીએ પોલી ખુલી
આ ઘટના બની ત્યારે તેમજ બાજુમાં ઊભેલા બે ચોરે દુકાનદાર અને બાજુમાં ઊભેલા ગ્રાહકનું ધ્યાન ભટકાવવા ખરીદી કરવાનો દેખાડો કર્યો હતો. ચોરી કર્યા બાદ ત્રણેય ઈસમ દુકાનમાંથી નીકળી ગયા હતા. એ સમયે ચોરીનો ભોગ બનેલા મોહનભાઈએ તરત જ દુકાનના માલિક મયૂર મોદીને પૈસા ક્યાંક પડી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી તેમણે તાત્કાલિક દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં ખિસ્સામાંથી નાણાંની ચીલઝડપ કરતો ઈસમ દેખાયો હતો અને સાથે બે અન્ય મદદગારી કરનારા બે ઇસમ દેખાયા હતા. જેથી તેમણે પોલીસને બનાવની જાણ કરતાં ચોરીનો ભોગ બનેલા મોહનભાઈ અને પોલીસે આ ઈસમોની બજારમાં શોધખોળ કરી હતી.
અન્ય ગેંગના સભ્યોનાં નામ આરોપીએ આપ્યાં ન હતાં
આ સમયે અતુલભાઇ મોદીની દુકાનમાં ચોરી કરનારો ઈસમ શર્ટ બદલીને ફરી ચોરીને અંજામ આપવા માટે આવ્યો હતો અને ઈસમ દુકાનમાં ગ્રાહકો સાથે ઊભો હતો. જેને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ મોહનભાઈએ ફરિયાદ આપી હતી. ચોરી કરનાર ઇસમ પાસેથી પ્લાસ્ટિકની થેલી કબજે કરાઈ હતી. આ આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અભય સોલંકી અને પાલેજ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ અન્ય ગેંગના સભ્યોનાં નામ આરોપીએ આપ્યાં ન હતાં. જેથી પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.