Dakshin Gujarat

માંડવીના કરંજમાં 5000 લીટર બાયો ડીઝલ ઝડપાવાની ઘટનામાં 5.60 લાખનો મુદ્દામાલ કબજે

માંડવીના કરંજ ગામની સીમમાં ગેરકાયદે બાયો ડીઝલનો 5000 લીટરનો જથ્થો બાતમીના આધારે સુરત એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં માંડવી મામલતદારે કાર્યવાહી કરી રૂ.5,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-કીમ રોડ પર આવેલા કરંજ ગામની સીમમાં તિરૂમાલા નામની કંપનીની બાજુમાં ઇકબાલ ઉર્ફે અસ્લમ તૈલી (ઉં.વ.50) (રહે., પાલોદ, તા.માંગરોળ) પતરાના મોટા સેડ બનાવી મોટા પ્રમાણમાં હલકી કક્ષાના જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી રસ્તે પસાર થતા વાહનચાલકોને નમો બાયો ફ્યુઅલના નામે બાયો ડીઝલ તરીકે ગેરકાયદે વેચાણ કરતો હતો.

જ્યાં તપાસ કરતાં 5000 લીટર બાયો ડીઝલનો પાસ પરમિટ વગરનો જથ્થો, અલગ અલગ ક્ષમતાની ખાલી ટાંકીઓ નંગ-13, ઇલેક્ટ્રિક મોટર, લોખંડના પાઈપ વગેરે પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બાબતે મંગળવારે માંડવી મામલતદાર મનીષ પટેલ અને નાયબ મામલતદાર ઈસરાનીએ ઘટના સ્થળે પહોંચી 5000 લીટર બાયો ડીઝલની કિંમત રૂ.2,60,000 તથા ટેન્કરની કિંમત રૂ.3,00000 મળી કુલ મુદ્દામાલ 5,60,000 જપ્ત કર્યો હતો.

Most Popular

To Top