વડોદરા: વડોદરા સોમાતળાવ વિસ્તારમાંથી રહેતી મંદ બુદ્ધિની કિશોરીને એક યુવકને મકાની પાછળ લઇ જઇને શારીરિક અડપલા કરે છે. અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચતા યુવક ભાગી ગયો હતો. જોકે ડરી ગયેલા માતાને સાંત્વના આપી યુવતી સાથે અજાણ્યા યુવકના કૃત્યુ વિરુદ્ધ પોલીસને જાણ કરાઇ હતી. એમાં એવી વિગત છે કે ગત રાત્રિએ એક જાગૃત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનની ફોન કરી જણાવ્યું હતું કે સોમાતળાવ વિસ્તારમાં માનસિક રીતે બીમાર 20 વર્ષની દીકરી માતા સાથે રહે છે.
તેઓ તેને પોતાની કાયમ તેમની સાથે રાખે છે. દિકરીને નાનું કામ આપે છે. બુધવારે તેને બટાકા લેવા રોડ ઉપર મોકલી હતી તે દરમિયાન તેમના મહોલ્લામાં રહેતો એક યુવક દિકરીને હાથ પકડી મકાન પાછળ લઈ ગયો હતો. દીકરી મોડે સુધી ઘરે પરત નહીં આવતા પાડોશીને સાથે રાખી દીકરીને નીકળી શોધી રહ્યા હતા. તે દરમિયાન અભયમની મહિલા ટીમ પણ આવી પહોંચી હતી. મકાન પાછળ જઇને મહિલા ટીમે તપાસ કરતા યુવક સ્થળ પરથી ભાગી ગયો હતો. અભયમ દ્વારા દિકરી અને માતાને સાંત્વના આપી હતી.દીકરીએ તેમની સાથે શારીરિક અડપલા કર્યા હતા તેમ ઈશારાથી જણાવ્યું હતું. યુવક ફરીથી આવું કૃત્યુ ના કરે તે માટે વાડી પોલીસ સ્ટેશનાં સ્ટેશનમાં અરજી આપી રજૂઆત કરાઇ છે.
પાડોશી અને અભયમની સતર્કતાથી યુવતી બચી
સોમાતળાવ વિસ્તારમાં રહેતો યુવક છેલ્લા કેટલાક દિવસથી મહોલ્લામાં રહેતા મંદ બુદ્ધીથી યુવતી અને માતા પર વોચ રાખતો હતો. પરતુ માતા પુત્રને પોતી સાથે રાખતી હોવાથી યુવક પ્લાન કરી શખતો ન હતો. દરમિયાન બુધવારે યુવતી માતાએ એકલી બટાકા લેવા માટે મોકલી હતી. ત્યારે યુવતીને પકડીને મકાન પર બદઇરાદા લઇ ગયો હતો. જોકે પાડોશી સહિત અભયમની સતર્કતાથી યુવતી બચી ગઇ હતી.
યુવતીએ ઇસારાથી યુવક અડપલા કર્યાનું બતાવ્યું
20 વર્ષીય સગીર બાળા બટાકા લેવા માટે ઘેરી નીકળી હતી ત્યારે યુવક તકનો લાભ લઇને હાથ પડી ભગાડી ગયો હતો. મકાન પાછળ લઇ જઇને શારીરિક છેડતી કરતો હતો તે વેળા યુવતી ઘણી ગભરાઇ ગઇ હતી. અભયમ આવતા યુવક તો ભાગી ગયો હતો પરંતુ યુવતીને પૂછતા તેણે ઇસારાથી શારીરિક અપડલા કર્યાનું બતાવ્યું હતું.