Charchapatra

માનવ એ જ ઇશ્વર

માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે છે. આસ્તિક હોવું એટલે ઇશ્વરને જ ભવું એવું નહીં પણ દિવસ દરમ્યાન તમારા વિચારોમાં બીજાને મદદ કરવાની ભાવના જાગૃત થાય, તેમજ બીજા માનવી પ્રત્યે આદરભાવ, કરૂણા, ઉપજે તે. જયારે નાસ્તિક એટલે ફકત ઇશ્વરમાં જ ન માનનાર નહી પણ દરેક માનવીને કૃબુદ્ધિ ન આવે, બીજાને ધિકકારે નહીં, દરેક સાથે સમાનતાની ભાવના રાખે જયાં ખોટુ થતું હોય તેને અટકાવવા પ્રયત્ન કરે.આમ કૃત્ય તો જે કંઇ કરવું પડે તે માનવીએ જ કરવાનું થાય એટલે ઇશ્વરને વચ્ચે આવવાની વાત જ નથી. દરેક માનવીમાં ઇશ્વર વસેલો જ છે. વિજ્ઞાનથી સિધ્ધ પણ માનવી જ મેળવી શકે છે. ધર્મ યાને વિજ્ઞાન એટલે દરેક માનવીની સારી બાબતોનો સ્વીકાર કરે તે હકીકતમાં ઇશ્વર એટલે જેના સ્વરમાં અહંકાર રહિત દુ:ખિયાને મદદ કરવાનો રણકાર સંભળાય તે.
સુરત – ચંદ્રકાંત રાણા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top