દાહોદ, સીંગવડ : દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. હાંડી ગામે ખેતરોમાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરતાં આ અંગેની જાણ દાહોદ એસ.ઓ.જી. પોલીસને થતાં પોલીસ કાફલો હાંડી ગામના ખેતરો તરફ તપાસ અર્થે દોડી જતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ખેતરોમાં ૨૩૧૮ નંગ ગેરકાયદે ગાંજાના છોડ જેની કુલ કિંમત રૂા. ૨,૭૪,૫૪,૦૦૦ના જંગી માત્રાનામાં ગાંજાના છોડનું વાવેતર કરનાર ત્રણ ઈસમો પૈકી એકને પોલીસ દબોચી લઈ જ્યારે બે ઈસમો પોલીસને ચકમો આપી નાસી ગયાહતા.
દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસની ટીમ તા.૨૧મી ઓક્ટોમ્બરના રોજ સીંગવડ તાલુકાના હાંડી ગામે મછાર ફળિયાના ખેતરોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાંની સાથેજ પોલીસ ચોંકી ઉઠી હતી. ખેતરોમાં એક – બે નહીં પરંતુ ગેરકાયદે ગાંજાના છોડોનું ૨૩૧૮ નંગ. વાવેતર કરેલ નજરે પડતાં પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી. પોલીસે ગાંજાનું છોડોની ગણતરી કરતાં ૨૩૧૮ નંગ ગાંજાનું વાવેતર જેની કુલ કિંમત રૂ. ૨,૭૪,૫૪,૦૦૦ની કિંમતના ગેરકાયદેસર રીતે ગાંજાના વાવેતરના છોડો મળી આવ્યાં હતાં.
પોલીસે આ મામલે ગામમાં રહેતાં વિક્રમભાઈ નારસીંગભાઈ મછારને ઝડપી પાડ્યો હતો જ્યારે હિંમતભાઈ જાેખનાભાઈ મછાર અને સરતનભાઈ શાન્તુભાઈ મછાર પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં.આટલી મોટી માત્રામાં ગેરકાદેસર રીતે ગાંજાનું વાવેતર કોની નજર રહેમ હેઠળ કરવામાં આવ્યું હશે? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સમગ્ર મામલે એસ.ઓ.જી. પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કબે કરી ફરાર બે જણાના ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યાં છે. આ સંબંધે એસ.ઓ.જી. પોલીસે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.