Vadodara

સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

વડોદરા : કોરોનાના કપરા સમયમાં તમામ શાળાઓ અને કોલેજો તેમજ યુનિવર્સીટીમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું્ઓ અને ઓનલાઈન અભ્યાસ શરુ કરાયો હતો.હાલ કોરોનાના કેસો ઘટતા શાળાઓમાં ઓફલાઈન વર્ગો શરૂ કરાયા છે.ત્યારે ગુરુવારથી કોરોનાની ત્રીજી લહેરમાં સંપૂર્ણ કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે શાળાઓમાં ધોરણ 9 થી 12 ની બીજી કસોટીનો પ્રારંભ થયો હતો. વૈશ્વિક કોરોના મહામારીના ત્રીજા તબક્કામાં શાળાઓમાં ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.ત્યારે સતત ઓનલાઈન વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હાલમાં જ ઓફલાઈન સ્કૂલો ચાલુ કરવામાં આવી હતી.સ્કૂલ શરૂ થયે માંડ ગણતરીના દિવસો થયા છે.ત્યાંતો સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ની ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું.જેને લઈ ગુરુવારથી તમામ શાળાઓમાં ઓફલાઈન પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો.

શાળાઓમાં કોવિડ ગાઈડલાઈનના ચુસ્તપાલન સાથે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક પરીક્ષા આપી હતી.શહેર જીલ્લાની 350 ઉપરાંત શાળાઓમાં આશરે દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી,સામાજીક અંતર જાળવી પરીક્ષા આપી હતી.નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મહેશ પટેલે જણાવ્યું હતું કે નવજીવન હાઇસ્કુલ ખાતે ધોરણ 9 અને 11 માટે સવારે સાડા સાત થી સાડા નવ કલાક એમ બે કલાકનું પેપર હતું.જ્યારે ધો.10 અને ધો.12 ના વિદ્યાર્થીઓનો 10 થી 1 ત્રણ કલાકનો સમય રાખ્યો હતો. જ્યારે બગીખાના બરોડા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એન.એમ.પરમારે જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ 21-22ની આ બીજી પરીક્ષા છે.સરકાર દ્વારા થોડા સમય પહેલા ટાઈમ ટેબલ આપ્યું હતું કે 10 તારીખથી પરીક્ષાઓ શરૂ થવાની હતી. પરંતુ બાળકો અને વાલીઓમાં થોડી દુવિધા હતી.જે કોરોનાની પરિસ્થિતિહવે થાળે પડી રહી છે અને બાળકો પરીક્ષા આપવા માટે પ્રત્યક્ષ ક્લાસમાં આવીને પરીક્ષા આપી રહ્યા છે.નોંધનીય છે કે કોરોનાના કાળ દરમિયાન સુમસામ ભાસી રહેલી શાળાઓની રોનક પાછી ફરી હતી.વર્ગખંડો પણ ધબકતા થયા છે.

Most Popular

To Top