આણંદ, તા.8
આણંદની ગોપી ટોકીઝ સામે આવેલ માતાજીના મંદિરને હટાવવા તંત્ર કવાયત આદરી છે. ત્યારે માતા મેલડીના ઉપાસક અને પૂજક અશોક ભરતભાઈ ગુપ્તાએ મંદિરને હટાવાશે તો ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવા બાબતે આવેદનપત્ર આણંદ કલેક્ટરને આપતાં મંદિર હટાવવાનો મુદ્દો વધુ પેચીદો બન્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ આણંદના ગોપી ટોકીઝ સામે માતાજીનું મંદિર છે. મંદિરમાં અશોકભાઈ ગુપ્તા સેવા પૂજા કરે છે. અશોકભાઈ ગુપ્તાના જણાવ્યાનુસાર છેલ્લા ઘણા સમયથી આ મંદિરને હટાવવા કેટલાક રાજકીય લોકો ચોક્કસ રણનિતીને આધિન મંદિર જે રોડની બિલકુલ સાઇડમાં આવેલ છે અને માત્ર 25 ફુટની જગ્યામાં આવેલ છે. તે ચોક્કસ વ્યક્તિના ઇશારે તોડી પાડવા સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે. અમારી આસ્થાને ઠેસ પહોંચી છે અને અમારી ઉપર આ હિન્દુ રાષ્ટ્રમાં મંદિર તોડી નાખવા દબાણ કરેલ છે.
જો માતાજીનું મંદિર હટાવવામાં આવશે તો અમારે આ હિન્દુ ધર્મ સાથેનો નાતો કાયમ માટે તોડવા મજબૂર થવું પડશે અને અમો અમારા પરિવાર સાથે હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ ધર્મનો અંગીકાર કરીશું. અને તેની સંપૂર્ણ જવાબદારી સમગ્ર તંત્ર અને સરકારની રહેશે. અમો હિન્દુ ધર્મ છોડવા મજબૂર કરનાર તમામ લોકો જેમણે અમને ઇસ્લામ ધર્મ અંગિકાર કરવા મજબૂર કરેલ છે. માતાજીનું મંદિર તૂટશે તો અમો ત્વરિત ઇસ્લામ ધર્મનો અંગીકાર કરીશું.
મંદિર હટાવવાનો મામલે સમગ્ર શહેરમાં ભારે ઉત્તેજના પ્રસરી છે. ધર્મ પરિવર્તન મામલે હવે આણંદ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
આણંદના માઇભક્તે ધર્મ પરિવર્તનની ચિમકી ઉચ્ચારી
By
Posted on