National

NEET UG માં રાજસ્થાનના મહેશે ટોપ કર્યું, ગુજરાતના બે સ્ટુડન્ટ ટોપ 10માં પાસ

આજે શનિવારે તા. 14 જૂનના રોજ NEET UG 2025 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET UG પરીક્ષામાં 2,09,318 ઉમેદવારોએ ભાગ લીધો હતો. ઉમેદવારો હવે NTA neet.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમનો સ્કોરકાર્ડ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.

રાજસ્થાનના સ્ટુડન્ટે ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે, જ્યારે બીજી તરફ નીટ યુજીના રિઝલ્ટમાં ટોપ 10માં ગુજરાત ના 2 વિધાર્થી છે. 6 રેન્ક પર જેનીલ વિનોદભાઈ ભાયાણી અને 8માં રેન્ક પર ભવ્ય ચિરાગ છે.

ડાબેથી મહેશકુમાર (AIR-1), મૃણાલ કિશોર (AIR-4), કેશવ મિત્તલ (AIR-7), ભવ્ય ઝા (AIR-8)

NEET UG 2025 માટે કુલ 2209318 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1236531 ઉમેદવારોએ લાયકાત મેળવી છે. આમાંથી કુલ 1271896 છોકરીઓએ NEET UG માટે પરીક્ષા આપી હતી અને 722462 ઉમેદવારોએ લાયકાત મેળવી છે. 937411 છોકરાઓમાંથી 514063 ઉમેદવારોએ લાયકાત મેળવી છે. જ્યારે 11 તૃતીય જાતિના ઉમેદવારોમાંથી 06 ઉમેદવારોએ લાયકાત મેળવી છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે NEET UG પરીક્ષા ભારતના 557 શહેરોમાં ફેલાયેલા 4,750 પરીક્ષા કેન્દ્રો અને વિદેશમાં 14 કેન્દ્રો પર યોજાઈ હતી. NEET UG પરિણામની સાથે, અંતિમ જવાબ કી પણ જાહેર કરવામાં આવી છે. NEET UG માં લાયકાત ધરાવતા ઉમેદવારો અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયામાં આગળ વધી શકે છે. કાઉન્સેલિંગ શેડ્યૂલ અને પ્રક્રિયાઓ વિશે વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

NEET UG 2025 ના ટોપર્સ
રાજસ્થાનના મહેશ કુમારે NEET UG 2025 ની પરીક્ષામાં 99.9999547 પર્સન્ટાઇલ મેળવીને NEET UG માં પ્રથમ ક્રમ મેળવ્યો છે અને દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. મધ્યપ્રદેશના ઉત્કર્ષ અવધિયાએ 99.999095 સાથે બીજો ક્રમ મેળવ્યો છે. મહારાષ્ટ્રના કૃશાંગ જોશીએ NEET UG 2025 માં 99.9998189 પર્સન્ટાઇલ સાથે AIR 3 મેળવ્યો છે.

ટોપ 10 સ્ટુડન્ટ્સની યાદી

રેન્ક 1: મહેશ કુમાર, 99.9999547 પર્સન્ટાઇલ, રાજસ્થાન
રેન્ક 2: ઉત્કર્ષ અવધિયા, 99.9999095 પર્સન્ટાઈલ, મધ્ય પ્રદેશ
રેન્ક 3: કૃષાંગ જોશી, 99.9998189 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર
રેન્ક 4: મૃણાલ કિશોર ઝા, 99.9998189 પર્સન્ટાઈલ, દિલ્હી
રેન્ક 5: અવિકા અગ્રવાલ, 99.9996832 પર્સન્ટાઈલ, દિલ્હી
રેન્ક 6: જેનીલ વિનોદભાઈ ભાયાણી, 99.9996832 પર્સન્ટાઈલ, ગુજરાત
રેન્ક 7: કેશવ મિત્તલ, 99.9996832 પર્સન્ટાઈલ, પંજાબ
રેન્ક 8: ઝા ભવ્ય ચિરાગ, 99.9996379 પર્સન્ટાઈલ, અમદાવાદ, ગુજરાત
રેન્ક 9: હર્ષ કેદાવત, 99.9995474 પર્સેન્ટાઇલ, દિલ્હી
રેન્ક 10: આરવ અગ્રવાલ, 99.9995474 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર

Most Popular

To Top