મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) થાણે જિલ્લાના કલ્યાણમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સૌને ચોંકાવી દે. અહીં બદલો લેવાની એક ઘટના સામે આવી છે. અને બદલો પણ એવી રીતે લેવાયો છે કે ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય. 15 વર્ષીય કિશોરે એક પિતાનો બદલો લેવા માટે તેની પુત્રી સાથે રેપ (Rape) કરી હત્યા (Murder) કરી છે. આ ઘટના બાદ પોલીસ (Police) દોડતી થઈ છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ પાસેથી એક 9 વર્ષની છોકરીનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ આ છોકરીનો રેપ કરી તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. આ ધટના ગુરુવારની વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ધટી હોય તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત જે કિશોર દ્વારા કિશોરીની હત્યા કરવામાં આવી હતી તેણે આ ગુનો કબૂલી પણ લીધો છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ સ્ટેશન પાસે આવેલી એક સોસાયટીની બહારથી 9 વર્ષની છોકરીનો મૃતદેહ મળી આવ્યો છે. છોકરીનું પીએમ કરતા તેની સાથે રેપ થયો હોય તેમજ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોલીસને કલ્યાણ સ્ટેશન નજીક એક સોસાયટી પાસેનો સીસીટીવી ચેક કરતા કિશોર કિશોરી સાથે હોવાનુ જણાયુ હતું.
જણાવી દઈએ કે પોલીસે આ ધટના અંગે હત્યા તેમજ રેપ કરવાનો મામલો નોંધયો છે. આ ઉપરાંત પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે સીસીટીની ફૂટેજ ચેક કરતા 15 વર્ષનો એક કિશોર 9 વર્ષની કિશોરી સાથે નજરે ચડ્યો હતો. આ ઉપરાંત જાણકારી મળી આવી છે કે કિશોરની ધરપકડ કરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે થોડાં સમય અગાઉ કિશોરીના પિતા સાથે તેનો કોઈ અણબનાવ થયો હતો જેના કારણે કિશોરીના પિતાએ તેને માર પણ માર્યો હતો. ગુસ્સામાં આવી તેણે આ કૃત્ય કર્યું છે તેવું કિશોરે કબૂલ્યું હતું.