મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) ગોંદિયા (Godiya) જિલ્લાની આશ્રમશાળા સ્કૂલની (School) મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં શાળા દ્વારા એક મેટાડોરમાં 120 બાળકોને એકસાથે ભરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ 10થી વધુ બાળકો (Children) બેહોશ (faint) થઈ ગયા હતા. બાળકોને જિલ્લા હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે અને બે બાળકોની તબિયત બગડતાં તેમને ગોંદિયા રિફર કરવામાં આવ્યા છે. પાલકમંત્રી સુધીર મુનગંટીવારે (Sudhir Mungantiwar) આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમજ પ્રિન્સિપાલ અને સ્પોર્ટસના ટીચરને કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- મેટાડોરમાં 120 બાળકો ભરાયા, 10થી વધુ બાળકો બેભાન
- 10થી 12 લોકોની વ્યવસ્થાવાળા વાહનમાં 120 બાળકો ભર્યા
- પ્રિન્સિપાલ અને સ્પોર્ટસ ટીચર પર થશે કાર્યવાહી
- મંત્રી સુધીર મુનગંટીવારે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.
- પીડિત આદિવાસી આશ્રમ શાળાના બાળકો છે
- રમત-ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા હતા વિદ્યાર્થી
પીડિત આદિવાસી આશ્રમ શાળાના બાળકો
તમને જણાવી દઈએ કે આ એક ટેમ્પો મેટાડોર વાહન હતું, જેમાં માત્ર 10 થી 12 લોકોના બેસવાની જ વ્યવસ્થા હોય છે. ત્યારે તેમાં 120 શાળાના બાળકોને બળજબરીથી ભરવામાં આવ્યા અને એટલું જ નહીં 100 કિલોમીટરથી વધુ પહાડોવાળા રસ્તા પરથી લઈ જવામાં આવ્યા હતા. આ બાળકો ગોંદિયામાં આદિવાસી બહુલ આશ્રમ શાળાના છે. મજીતપુરના આદિવાસી વિસ્તારની આ શાળામાંથી, આ વિદ્યાર્થીઓને કોઈલારીની આશ્રમ શાળામાં રમતગમતના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોકલવામાં આવ્યા હતા.
શ્વાસ રૂંધાવા પર ડ્રાઈવર બાળકોને હોસ્પિટલ લઈ ગયો
મેટાડોરથી બાળકોને લાવવામાં આવી રહ્યા હતા ત્યારે ઘણા બાળકોના શ્વાસ રૂંધાયાવાની ફરિયાદ થઈ રહી હતી. ત્યારે આ પછી ડ્રાઈવરે તેને ઉતાર્યો અને સીધો હોસ્પિટલ લઈ ગયો હતો. આ તમામ બાળકોને એકોડી પ્રાથમિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગોંદિયા જિલ્લાના પાલક મંત્રી સુધીર મુનગંટીવારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ત્રણ દિવસમાં ગોંદિયા કલેક્ટર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વિદ્યાર્થીઓને લાવવા અને લઇ જવા માટે બસને બદલે ટેમ્પો કોણે કર્યો તેની તપાસ કરવા માંગ ઉઠી છે. તેમજ આશ્રમશાળા શાળાના આચાર્ય અને રમત-ગમત શિક્ષકને તપાસ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.