મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલઘર જિલ્લાના કાસા પોલીસ સ્ટેશન હેઠળ વેગનઆર કાર (Car) અને ટ્રક (Truck) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક સગીર બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. મૃતકો મુંબઈના (Mumbai) નાલાસોપારાના જણાવવામાં આવી રહ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં તાજેતરમાં થાણે જિલ્લામાં પણ અકસ્માત થયો હતો. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક ખૂબ જ ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. ટુ-વ્હીલર પર મુંબઈથી શિરડી જઈ રહેલા એક દંપતીનું કન્ટેનર ટ્રક સાથે અથડાતા મોત થયું હતું. જોકે આટલા ગંભીર અકસ્માતમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો આબાદ બચાવ થયો હતો. મુંબઈ-નાસિક હાઈવે પર આવેલા ભિવંડી તાલુકામાં શુક્રવારે આ ઘટના બની હતી. અકસ્માતમાં પીડિત 34 વર્ષીય મનોજ જોષી અને તેની 30 વર્ષીય પત્ની માનસીનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે મૃતકો મુંબઈના ઉપનગર ભાંડુપના રહેવાસી હતા.