સાતના : મધ્યપ્રદેશના(Madhya pradesh ) સતના જિલ્લાના રાજેન્દ્ર નગર વિસ્તારમાં ચિકનને(Chicken) લઈને લડાઈ થઈ હતી. દુકાનદારે (shopkeeper) છથી વધુ સહયોગીઓ સાથે મળીને ગ્રાહકને(customer) માર માર્યો હતો. જેમાં ત્રણ લોકો ગંભીર (serious) રીતે ઘાયલ થયા હતાં.
બોલાચાલી બાદ મારામારી થતા અનેક લોકો ઘયલ થયા
રાજ્યના સતના જિલ્લાના રાજેન્દ્ર નગર વિસ્તારમાં શનિવારે સાંજે ઉગ્ર વિવાદ થયો હતો. થોડી જ વારમાં વિવાદ એટલો વધી ગયો કે સેંકડો લોકો રસ્તા પર આવી જતાં સ્થિતિ વણસી ગઈ હતી. અહીં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લડાઈ દરમિયાન ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી છે. ટોળાએ દુકાનમાં તોડફોડ કરી કારના કાચ તોડી નાખ્યા હતાં. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ડોગની શોપમાં વેચાતું હતું ચિકન
રાજેન્દ્ર નગરમાં સૈફ ડોગ સેલર નામની દુકાન આવેલી છે. અહીં ચિકન વેચાય છે. કેટલાક ગ્રાહકો દુકાનમાં ચિકન લેવા માટે આવ્યા હતાં. ચિકનના ભાવ બાબતે દુકાનદાર સાથે ઝઘડો થયો હતો. દુકાનદાર અને ગ્રાહકો વચ્ચેની બોલાચાલી ટૂંક સમયમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. દુકાનમાલિકે 6થી વધુ સહયોગીઓ સાથે મળીને ગ્રાહકને માર માર્યો હતો. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. બીજી તરફ હુમલાની જાણ થતાં ગ્રાહક પક્ષના સેંકડો લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. અહીં તેઓએ દુકાનમાં ભારે તોડફોડ કરી હતી.
લોકોના મારથી બચવા શોકીપર તેના સાગરીતો સાથે થયો ફરાર
બીજી તરફ રસ્તા પર ઊતરી આવેલા લોકોનો રોષ શમ્યો ન હતો. અને લોકોના માર ના ભોગથી બચવા શોપ કીપર અને તેને સાગરીતો જીવ બચાવી નાસી ગયા હતા.આ દરમિયાન લોકોએ દુકાનમાં રાખેલો સામાન લૂંટવાનું શરૂ કરી દીધું હતું. અસામાજિક તત્ત્વોએ દુકાનમાં રાખેલા અંગ્રેજી જાતિના કૂતરા, સસલા અને અન્ય પ્રાણીઓની લૂંટ ચલાવી હતી.તે જ સમયે તકરાર દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોએ રાજેન્દ્ર નગરથી ધનારી માર્ગ સુધીનો રસ્તો બ્લોક કરી દીધો હતો.