આપણા સામાજીક માળખામાં રોઝ ડે, ટિચર્સ ડે, મધર્સ ડે વગેરે દિવસોની ઉજવણી કરવામા આવે છે. તે જ રીતે આવતી તા. 19-6-22 દિને ફાધર્સ ડે છે. આપણે જાણીએ છીએ અને અનુભવીએ છીએ કે માતા એ ઘર માટે સર્વત્ર છે. એક સ્ત્રી વિનાનું ઘર વેરાન સમાન છે. તે જ રીતે પિતા કુટુંબ માટે છત્ર સમાન છે. એટલે કે કમાવવાની તથા બીજી સામાજીક જવાબદારી નિભાવે છે. આથી ફાધર્સ ડે નિમિત્તે તેના કૃતિજ્ઞી રહી મનોમન આભારની લાગણી સાથે તેને ઘડપણમાં સાચવવાની નૈતિક જવાબદારી દીકરો / દીકરી નિભાવે તો જીવન સાર્થક ગણાય. પિતાની ધન – સંપત્તિ કરતા સંસ્કારરૂપી સંપત્તિનું જતન કરી કૌટુંબિક સંપ તથા એકતા જાળવીએ તો ફાધર્સ ડે સન્માનનીય રહે. અંતમાં આપણા પિતાની સાદી સરળ અને પ્રામાણિક જીવનશૈલી જીવનમાં ઉતારીએ અને જિંદગીભર સુખી રહીએ.
સુરત – દિપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.