મલેકપુર : લુણાવાડા નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનોને રાત્રિના સમય દરમિયાન બગીચામાં અંધારપટમાં બેસવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. લુણાવાડા ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળી લોકો બાળકોને લઈ બગીચામાં ઠંડક મેળવવા તેમજ રમવા માટે જતા હોય છે, પરંતુ ઉનાળાના સમયે બગીચામાં લોકો રાત્રી દમિયાન હરવા-ફરવા અને વોક કરવા જતા હોય છે ત્યારે લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં આવેલો એક માત્ર બગીચો છે. જે માત્ર લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીને કારણે સુવિધાથી વંચિત રહેતા રાત્રી દમિયાન આવતા પરિવારોને લાઈટ ન ચાલતા મુશ્કેલી પડી રહી છે. રાત્રી દરમિયાન અમુક જ ટ્યુબલાઈટ ચાલે છે અને મોટાભાગની બંધ હોય છે. કેટલીક વખત સદંતર અંધારું હોવાના કારણે કેટલાક લોકો બહારથી જતા રહે છે, જયારે કેટલીક વખતે બગીચામાં વધુ પડતું પાણી છાટી ચીકણું કરી દેવામાં આવે છે. જેથી રાત્રી દમિયાન હરવા-ફરવા આવતા કેટલાય લોકો પડી જતાં હોય છે. મેદાનમાં જતા દરવાજા પાસે આખી દીવાલ નમી પડી છે ત્યાં મોટી દુર્ઘટના ઘટે તેવો ભય ઉભો થયો છે.
લુણાવાડા પાલિકાની બેદરકારીના કારણે બગીચામાં અંધારપટ થયો
By
Posted on