Madhya Gujarat

મહુડીયાપુરામાં નવ મહિના પહેલા ભાગી ગયેલા પ્રેમી – પંખીડામાં ઘસ્ફોટ થયો યુવકે લગ્નના ખોટા સર્ટીફિકેટ બનાવી યુવતી પર જાતિય અત્યાચાર ગુજાર્યો

આણંદ : પેટલાદ તાલુકાના બામરોલી ગામના તાબે આવેલા મહુડીયાપુરામાં નવ મહિના પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડામાં યુવકે લગ્નના બનાવેલા સર્ટીફિકેટ બોગસ હોવાની જાણ થતાં યુવતી પિયર આવી ગઈ હતી અને દૂષ્કર્મ, છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.

બામરોલીના મહુડીયાપુરા ખાતે રહેતા વિશાલ નારણભાઈ પરમારે ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી સપ્ટેમ્બર, 2020માં ભાગી જવાનું નક્કી કર્યું હતું. યુવતીએ ભાગી જતા પહેલા લગ્નના કાગળો બતાવવા જણાવ્યું હતું. તે સમયે વિશાલે કહેલ કે હાલ ખંભાત છે, એક બે દિવસમાં મારા મિત્ર કેતન પરમાર અને વિજય પરમાર આપી જશે. 8મી સપ્ટેમ્બર, 2020ના રોજ ઘરેથી ભાગી ગઇ હતી. પ્રથમ તેઓ દ્વારકા બાદમાં રાજકોટ, અમદાવાદ, ડાકોર અને છેલ્લે વડોદરા પહોંચ્યાં હતાં. વડોદરા હોટલમાં રોકાવું જોખમી લાગતા વિશાલના મિત્ર વિપુલની મદદથી ભણીયારા ગામે લઇ ગયા હતા. જ્યાં બે દિવસ રોકાયા બાદ નજીકમાં જ રૂ.2 હજાર માસિક ભાડે મકાન રાખી વિશાલ નારણ પરમારે ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજી તફ યુવતીના માતા – પિતાને સરનામું મળતાં તેઓ ભાણીયારા આવી પહોંચ્યાં હતાં અને યુવતીને ઘરે લઇ ગયાં હતાં.

આ બાબતની જાણ થતાં વિશાલે પોલીસ મથકે જાણ કરતાં વડોદરા પોલીસ યુવતીનો જવાબ લેવા મહુડીયાપુરા પહોંચી હતી. જ્યાં યુવતીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, મારે માતા પિતા સાથે જ રહેવું છે. વિશાલે ખોટા બનાવટી દસ્તાવેજો બતાવી લગ્ન નહીં થયેલા હોવા છતાં લગ્ન થઇ ગયા છે, તેવો વિશ્વાસ આપી શારીરિક સંબંધ બાંધી દૂષ્કર્મ આચર્યું છે. આ ફરિયાદ આધારે મહેળાવ પોલીસે વિશાલ નારણ પરમાર, વિજય નારણ પરમાર, કેતન છગન પરમાર અને વિજય નટુ પરમાર (રહે. તમામ મહુડીયાપુરા, બામરોલી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીએ શારીરિક સંબંધ બાંધતા પહેલા મેરેજસર્ટી માંગતા બોગસ દસ્તાવેજો ઉભા કર્યાં

વડોદરાના ભણીયારા ગામે સ્થાયી થયા બાદ યુવતીએ અવાર નાર લગ્નના કાગળોની માગણી કરી હતી. આથી, વિશાલ તેને વડોદરાની એક ઓફિસમાં લઇ ગયો હતો. જ્યાં એક લખાણ પર સહીઓ કરાવી હતી. જે અંગે પુછતાં મૈત્રી કરાર કહેવાય અને ત્યાર બાદ લગ્ન થાય. તેમ કહેતા યુવતીએ વિશ્વાસ કર્યો હતો. બાદમાં ખંભાતના સિક્કાવાળું એક લગ્નનું સર્ટીફિકેટ બતાવ્યું હતું અને લગ્ન રજીસ્ટર થઇ ગયા છે. તેમ જણાવી વિશ્વાસમાં લઇ શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું.

યુવતીએ દાગીના અને રોકડા રૂ.80 હજાર ચોર્યાં

વિશાલ પરમાર સાથે લગ્ન કરવાના ઇરાદે ભાગેલી યુવતીએ ઘરની તિજોરીમાંથી રોકડા રૂ.80,000 કાઢી લીધા હતા. આ ઉપરાંત કપડાં અને ઘરેણાંની બેગ ભરી વિશાલ પરમાર સાથે ભાગી ગઇ હતી. આ સમયે વિશાલ ઉપરાંત તેનો ભાઇ વિજય નારણ પરમાર, મિત્ર કેતન પરમાર, વિજય નટુ પરમાર, વિજય પરમારની પત્ની બાળક સાથે કારમાં બેસી દ્વારકા જવા રવાના થઇ ગયાં હતાં.

Most Popular

To Top