SURAT

સુરતમાં 3 સંતાનોની માતાએ લગ્ન માટે ઈનકાર કરતા પ્રેમીએ માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી

સુરત : સુરતના મગદલ્લા વાય જંકશન પાસે ફુટપાથ ઉપર પ્રેમમાં પાગલ યુવકને 3 સંતાનોની માતાએ લગ્ન કરવા ઇનકાર કર્યો તો પરિણીતાને માથામાં લાકડાના ફટકા મારતા તેનું મોત નીપજ્યું હતું. વેસુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફાતમા ઉર્ફે લક્ષ્મી નુરૂ કુરેશી (ઉ.વ ૩૦ રહે-ફુટપાથ ઉપર જીલાની બ્રિજ નીચે રાંદેર) એ વેસુ પોલીસ સ્ટેશનમાં ક્રુણાલ ઉર્ફે પપ્પુ અરૂણભાઇ સોની (ઉ.વ.38, રહે-ઘર નં.-૩૨, ક્ષેત્રપાલ સોસાયટી સ્મશાન ભૂમિની પાસે ઉમરા ગામ) ની સામે બહેનની હત્યાનો ગુનો નોંધાવ્યો છે.

બનાવની વિગત મુજબ વૈશાલીબેન રવિભાઇ રાઠોડ (ઉ.વ.આ ૩૫ રહે-કાચા છાપરામાં ફ્લોરા ગાર્ડન પાસે પીપલોદ પોલીસ લાઇન પાછળ ઉમરા ગામ) પરિણીત છે. તેને ત્રણ સંતાનો છે. આરોપી ક્રુણાલ ઉર્ફે પપ્પુના વૈશાલી સાથે પ્રેમ સંબંધ હતા. અને તેમના પ્રેમ સંબંધની જાણ થતા તેનો પતિ બે મહિનાથી અલગ રહેતો હતો.

ત્રણ સંતાનોની માતાના પ્રેમમાં પાગલ કૃણાલે વૈશાલી સાથે બળજબરીથી લગ્ન કરવાનું કહ્યું હતું. વૈશાલીએ લગ્ન કરવાની ના પાડતા વૈશાલીને આજરોજ વહેલી સવારે એક લાકડાના ફટકા વડે ઉપરા છાપરી માથાના ભાગે, ડાબી બાજુના કાન ઉપર તથા કાન પાસે ફટકા વડે જીવલેણ ઘા મારી હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

અપહરણના ગુનામાં વોન્ટેડ બે મહિલા આરોપીને એસઓજીએ પકડી પાડી
સુરત: ગત તા.8 એપ્રિલ, 2023ના રોજ મહિલા આરોપી સંગીતાબેન ઉગરેજીયાનો પતિ ઉમેશ એક કિશોરીને લઇને ભાગી ગયો હતો. આ મામલે અપહરણની ફરિયાદ દાખલ થતાં ફરિયાદીની દીકરીને પોલીસે શોધી કાઢી ઉમેશને જેલભેગો કરી દીધો હતો. આ ઉપરાંત કિશોરીને રામનગરના ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામાં આવી હતી.

દરમિયાન કિશોરી તેના પિતા સાથે રહેવા માંગતી હતી. પિતાએ કિશોરીનો કબજો લીધો તે વખતે રિક્ષામાં લઇ જઇ રહ્યા હતા ત્યારે કિશોરીને રિક્ષામાંથી સંગીતા ઉગરેજીયા (ઉં.વ.24), જ્યારે મનીષા મીઠાભાઇ ચોવસિયા (ઉં.વ.20)એ રસ્તા પરથી ઊંચકી લીધી હતી. ત્યારબાદ આ કિશોરીને ડામ આપી તથા તેના ગુપ્ત ભાગે મરચાંની ભૂકી નાંખી હતી. આ બે વોન્ટેડ મહિલાને પોલીસે ઝડપી પાડી હતી.

Most Popular

To Top