અમદાવાદ: બોટાદ (Botad) લઠ્ઠાકાંડમાં (Laththakand) SITની ટીમ સર્ચ ઓપરેશ હાથ ધર્યું છે. ત્યારે હવે AMOS કંપનીમાંથી કેમિકલ (Chemical) નીક્ળ્યું હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે સંકજો કસ્યો છે. SITની ટીમ દ્વારા ચારેય ડિરેક્ટરના ઘરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બોડકદેવ અને સેટેલાઇટમાં ડિરેક્ટરોના ઘરે તપાસ દરમિયાન બે ડિરેક્ટરો મળી આવ્યા હતા. આ બંને ડિરેક્ટરોને પોલીસમાં હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. જ્યારે એક ડિરેક્ટર રણજીત ચોકસી અને સમીર પટેલ ફરાર હોવાનું જાણકારી મળતા તેમના વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ચારેય ડિરેક્ટર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં થયેલો લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી સમીર પટેલ પોલીસની પકડથી દૂર છે. પરંતુ SITની ટીમે દ્વારા ડિરેક્ટરના પરિવારની પૂછપરછ કરી રહી છે. સમીર પટેલની પાછળ રાજકીય બેગ્રાઉન્ડ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ વાત સાચી હોય અને સમીર પટેલ દેશ છોડીને ભાગી જાય તો આ સમગ્ર તપાસ અટકી જાય તેમ છે. આ સાથે જ અન્ય એક ડિરેક્ટર રણજીત ચોકસી પણ ફરાર છે. આ ચારેય આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે જેથી તેઓ ભારતના કોઈપણ એરપોર્ટથી ભાગી શકે નહીં. ભારતના દરેક એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ ઈશ્યુ કરી દેવામાં આવી છે.
ગુજરાતના બોટાદના બોરવાળામાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 41 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. લઠ્ઠાકાંડ માટે SIT ટીમની રચના કરવામાં આવી હતી. SIT ટીમે તપાસ હાથ ધરતા AMOS કંપની માથી કેમિકલ નીકળ્યું હોવાનું સામે આવ્યું હતું. એક માહિતી અનુસાર અમદાવાદના નજીક આવેલી પીપળજની AMOS કંપનીમાંથી મોટી માત્રામાં મિથેનોલ લઈ જવામાં આવ્યુ હતુ. તેથી આ કંપનીના ચારેય ડિરેક્ટર વિરુદ્ધ સમન્સ પાઠવામાં આવ્યું હતું તેમજ મુખ્ય આરોપી સમીર પટેલ અને રણજીત ચોક્સી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
બરવાળા લઠ્ઠાકાંડમાં બે મહિલાઓ સહિત 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપી રિમાન્ડ પર હતા. ગઈકાલે તમામના રિમાન્ડ પુરા થતા હોવાથી આરોપીઓને ભાવનગર જેલ હવાલે કર્યા છે. તેમજ હવે SITની ટીમ મુખ્ય આરોપી સમીર પટેલ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.