સીંગવડ : સીંગવડ તાલુકાના મામલતદાર ઓફિસમાં લોકો જાતિના તથા આવક ના દાખલા કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો જ્યારે આ કનેકટીવીટી ન અભાવના લીધે લોકો 10:00 વાગ્યા થી લાઈનમાં ઉભા હતા સાંજે ચારથી પાંચ વાગ્યે નંબર આવ્યો હતો જ્યારે બધું જ ઓનલાઇન કરીને સરકાર દ્વારા આ કનેક્ટિવિટી નહિ આવતી હોય તો પછી લોકોને કલાકો સુધી કનેકટીવીટી ન હોવાના લીધે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે જ્યારે કનેક્ટિવિટી સીંગવડ મામલતદાર ઓફીસ માં ઘણો ટાઈમ નહિ હોવાની બૂમો પડતી હોય છે જ્યારે સરકારી ઓફિસોમાં જ કનેક્ટિવિટીનો અભાવ હોય તો પછી બીજાને શું કહેવું જ્યારે સરકાર દ્વારા બધું જ ઓનલાઇન કરીને લોકોને વધારે વાર ઊભા નરહેવું પડે અને તેમના કામ ફટાફટ થઈ જાય પરંતુ આ સરકારી તંત્રના અણઘડ વહીવટના કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે ફટાફટ કામ નહી થતા કલાકો સુધી રાહ દેખીને ઉભુ રહેવું પડતું હોય છે આ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ કાયમનો હોય તેના માટે ઉપલા અધિકારીઓ દ્વારા આ કનેક્ટિવીટી માટે કોઈ પણ સરકારી પગલા લઇ ને કનેક્ટિવિટી ચાલુ રહે તો ગામડા માંથી આવતા લોકોને તકલીફનો સામનો કરવો પડે છે.
ઓનલાઇન કામગીરી છતા સિંગવડ મામલતદાર કચેરીમાં લાંબી લાઇનો
By
Posted on