વડોદરા: વડોદરા શહેરના ચૂંટણી વોર્ડ નં.13માં આવેલ રાજદીપ સોસાયટી ખાતે ગંદા પાણીના મુદ્દે સ્થાનિકો સાથે મ્યુનિ. કાઉન્સિલર દ્વારા પાલિકા તંત્રને વહેલી તકે કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 13 માં આવેલ બગીખાના પાસે રાજદીપ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પીવાના ગંદા તથા ડહોળાં પાણીને લઈને વિસ્તારમાં બીમારીનો ઊભી થઈ છે લોકોને ઝાડા ઉલટી ના કેસો વધી રહ્યા છે જેને લઈને વિસ્તારના નાગરિકોએ તંત્રને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
જ્યારે આજે વિસ્તારના લોકોએ એકત્રિત થઈને વિસ્તારના કાઉન્સિલર બાળુ સૂર્વે ને રજૂઆત કરી હતી કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ તંત્ર કોઈ કામગીરી હાથ ધરતું નથી અને સોસાયટીમાં લોકોને રોગચાળો ઝાડા ઉલટી ના કસો વધી રહ્યા છે કે વહેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે અને વિસ્તારના લોકોને ચોખ્ખું પીવા લાયક પાણી મળે તેમ જણાવ્યું હતું.જ્યારે વિસ્તારના કાઉન્સિલરે જણાવ્યું હતું કે વહેલી તકે કામગીરી કરવામાં નહીં આવે તો વિસ્તારની મહિલાઓને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા કચેરી ખાતે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.