# 4 જૂને એમેઝોન પ્રાઈમ ઉપર સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સમૅન્થા , પ્રિયામણિ અને મનોજ બાજપાઈ અભિનીત ફિલ્મ ‘ફેમિલી મેન’ ની સીઝન 2 આવી રહી છે.
#4 જૂને નેટફ્લિક્સ ઉપર દેશી કોમિક્સ આધારિત સીરીઝ ‘સ્વીટ ટુથ’ આવી રહી છે, આ એડવેન્ચર થ્રિલર છે અને આ સીરીઝનું હિન્દી ડબિંગ કરવામાં આવ્યું છે એટલે તમે હિન્દી વર્ઝન જોઈ શકશો.
#4 જૂને એમેઝોન પ્રાઈમ ઉપર દીકરા અને બાપના સંબંધો આધારિત વેબ સીરીઝ ‘ડોમ’ આવી રહી છે,જેમાં ડ્રગ્સ એંગલ પણ શામેલ કરવામાં આવ્યો છે, આ સીરીઝ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં જોઈ શકાશે.
#4 જૂને હોલીવુડ મુવી Mortal kombat બુક માય શો ઉપર તમે જોઈ શકશો અને આ ફિલ્મ હિન્દી સહીત તમિલ અને તેલુગુમાં પણ ડબ થઇ રહી છે.
# 4 જૂને હોલીવુડ મુવી The Conjuring: The Devil Made Me Do It – આ અમેરિકન સુપર નેચરલ હોરર ફિલ્મ સિનેમા ઘર સહીત HBO MAX ઉપર પણ રજૂ થશે.
# 9 જૂને ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર માર્વેલ સીરીઝ ‘Loki ‘ રજૂ થવાની છે, તેના એપિસોડ તમે વીકલી દર બુધવારે જોઈ શકશો. આ સીરીઝ હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ ડબ કરવામાં આવી છે.
# 10 જૂને MX પ્લેયર ઉપર એક હિન્દી વેબ સીરીઝ ‘ઇન્દોરી ઇશ્ક’ આવી રહી છે, આ વેબ સીરીઝ ઠરકી નામે એક નોવેલ ઉપર આધારિત છે.
# 11 જૂને ઝી 5 ઉપર સુનિલ ગ્રોવર અને રણવીર શૌરી અભિનીત વેબ સીરીઝ ‘સનફ્લાવર’ આવી રહી છે, આ એક મર્ડર મિસ્ટ્રી પ્લોટ છે.
# 11 જૂને નેટફ્લિક્સ ઉપર Lupin Part 2 આવી અહીં છે , Lupin Part 1 ને અભૂતપૂર્વ સફળતા મળી હતી, હવે LUPIN પાર્ટ 2 ફ્રેન્ચ , ઇંગલિશમાં તો જોવા મળશે અને ભારતીય ઓડિયન્સ માટે હિન્દી ડબિંગ કરવામાં આવ્યું છે.
# 11 જૂને નેટફ્લિક્સ ઉપર ફિલ્મ ‘Skater Girl’ રિલીઝ થવાની છે, જેમાં ગ્રામીણ ભારતના બાળકો અને તેમના સપનાની વાત કરવામાં આવી છે.
# 12 તારીખે ઝી 5 ઉપર તેલુગુ ફિલ્મ ‘રંગ દે’ રિલીઝ થવાની છે, આ ફિલ્મમાં સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ કીર્તિ સુરેશ અને એક્ટર નીતિન રોમેન્સ કરતા જોવા મળશે.
# 18 જૂને ધનુષ અભિનીત તમિલ ફિલ્મ ‘જગ મેં થનધીરમ’ આવી રહી છે.
# 25 જૂને નેટફ્લિક્સ ઉપર મનોજ બાજપાઈ , કે.કે મેનન , ગજરાજ રાવ , અલી ફઝલ, ચંદન રોય સન્યાલ, રાજેશ શર્મા, હર્ષવર્ધન કપૂર, શ્વેતા બાસુ પ્રસાદ, રાધિકા મદાન, રઘુબીર ચૌધરી, મનોજ પાહવા અભિનીત સીરીઝ Ray (Season 1) N – Indian anthology thriller આવી રહ્યું છે, આમાં 4 એપિસોડ છે. આ સત્યજિત રેની શોર્ટ સ્ટોરીઝ આધારિત છે. શ્રીજિત મુખર્જી, વસન બાલા, ચૌબે ત્રણ ડિરેક્ટરે મળીને 4 એપિસોડને ડાયરેક્ટ કરી છે. અમદાવાદના ફિલ્મ રાઇટર નિરેન ભટ્ટ અને સિરાજ અહેમદ દ્વારા સ્ટોરી ડેવલપ કરવામાં આવી છે.
# જૂન મહિનામાં એમેઝોન પ્રાઈમ ઉપર વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘શેરની’ પણ રિલીઝ થવાની છે, આ ફિલ્મમાં વિદ્યા ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં છે અને ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત મહુસકર દ્વારા કરવામાં આવ્યું છે, સ્ટોરી અને સ્ક્રીન પ્લે આસ્થા ટીકુ દ્વારા લખવામાં આવ્યો છે. ફિલ્મને ટી સિરીઝના ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.