વડોદરા: શહેરના નામચીન બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા નીત નવા નુસખા શોધીને કોઇને કોઇ રીતે જંગી માત્રામાં દારૂ ઘૂસાડવામાં કોઇ કસર છોડતા નથી. પરંતુ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરોનો ખેલ જ ઉંધો પાડી દીધો હતો. શહેરનાં વાઘોડિયા ચોકડી પાસેના પાર્ટીશનવાળા પ્લોટમાં પાર્ટીશનવાળા બનાવેલ અંડરગ્રાઉન્ડ ચોરખાનામાં તેમજ પ્લોટમાં રાખવામાં આવેલ ત્રણ વાહનોમાં રાખેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે દારૂ મંગાવનાર અને લાવનાર સામે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર બનાવની વિગતો અનુસાર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વાઘોડીયા ચોકડી નજીક આવેલ કાનપુર ટ્રાન્સપોર્ટ પાસે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે. ક્રાઈમ બ્રાંચની ટીમે રાત્રીના સમયે આયોજન બદ્ધ છાપો માર્યો હતો પતરાના પાર્ટીશન વાળા પ્લોટના આગળના ભાગે વિશાળ દરવાજાને બહારથી લોક મારેલ હતું. તેની બાજુમાં જ લાકડાના બારણાને લોખંડના શટરને લોક મારેલ હતુ. પોલીસે અંદર પ્રવેશવા બુમો મારી હતી છતાં કોઇએ દરવાજો ન ખોલતાં પ્લોટની દિવાલ કુદીને અંદર પ્રવેશ કર્યોં હતો. પ્લોટની અંદર તપાસ કરતા આગળના રૂમમાં સ્વીચ બાર્ડ ઉપર રાખેલ વાહનોની તથા તાળાઓની ચાવીઓ જૉવા મળી હતી.
ટેબલના ખાનામાંથી બલીબેન સુવાલાલ પંચાલના નામનું ચૂંટણી કાર્ડ તથા પ્લોટનું લાઇટબીલ મળી આવ્યુ હતુ. બીજા રૂમના ફ્લોરમાં ઊંડી તપાસ દરમ્યાન બનાવેલ વિશાળ ગુપ્ત અંડરગ્રાઉન્ડ ચોરખાનુ જૉવા મળતામાં અંદર છુપાવેલા સાત કાપડનાં થેલામાંથી વિદેશી દારૂની 122 બોટલ મળી હતી. પ્લોટના આગળના ભાગે આવેલ પ્રાંગણમાં ત્રણ વાહનો પાર્ક કરેલી હાલતમા હતા. હ્યુન્ડાઇ વર્ના કારમાં કાપડના બે થેલામાંથી 36 બોટલ તથા મીની ટેમ્પામાંથી કાપડના પાચ થેલામાંથી 90 બોટલ ઉપરાંત મોપેડની ડેકીમાંથી પણ ચાર સહિત 252 બોતલનો જથ્થો મળી આવ્યો હતો.
વિદેશી દારૂ રોયલ ક્લાસીક વ્હીસ્કી બ્રાંડનો આશરે એક લાખ રૂપિયાની કિંમતનો દારુનો જથ્થો, ત્રણ વાહનો લાઇટબીલ, ચૂંટણીકાર્ડ સહીત 4,65 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગુપ્ત ચોરખાના વાળા ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવીને છુંપાવનાર. સપ્લાયર અને દારુની હેરફેર માટેના વાહનોના માલિક સહિતના અજાણ્યા આરોપીઓ સામે પ્રોહિબિસનનો ગુનો ન બાપોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.